ભગવાનનો ખેલ આજ સુધી કોઈ સમજી શક્યું નથી. પેટમાં ઈન્ફેક્શનને કારણે કેમિલી રોક્સાના નામની ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી અને આખો પરિવાર શોકાતુર હતો ત્યારે અચાનક તે જીવતી હોવાની જાણ થઈ હતી.

આ અજીબોગરીબ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના સૈન લુઈસ પોટોસી સ્ટેટના સેનિલાસ ડી હિલ્ડાગો કમ્યુનિટી હોસ્પિટલની છે. કેમિલીની માતાએ ડોક્ટરને દીકરીને ઉલ્ટીની ફરિયાદ કરી કરી હતી અને ડોક્ટરે તેને હોસ્પિટલમાં એડમિટ કરી હતી. સારવાર બાદ તેને ડિસ્ચાર્જ પણ આપી દેવાયો હતો. જોકે, ઘરે લાવ્યા બાદ કેમિલીની હાલત અત્યંત ખરાબ થઈ રહી હતી. તેને જ્યારે ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ કેમિલીને મૃત જાહેર કરી હતી. કેમિલીની માતાએ ડોક્ટરોની બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો હતો.

પરિવારજનો અંતિમ સંસ્કારની તિયારી કરી રહ્યા હતાં ત્યારે કેમિલીની માતાની નજર તાબૂદમાં રાખેલી કેમિલી પર પડી ત્યારે તેને ખબર પડી કે કેમિલી જીવતી છે. પરિવારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી, પરંતુ ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

Google search engine