ઓમાનના ડુક્મ ખાતે રવિવારે 4.1 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા સુલ્તાન કાબુસ યુનિવર્સિટીમાં આવેલા EMC કેન્દ્ર દ્વારા ભૂકંપની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપ અરબી સમુદ્રની નજીક આવેલા પોર્ટ સિટી ડુક્મ ખાતે સવારે સ્થાનિક સમય સવારે 7.55 કલાકે આવ્યો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાન-માલનું કોઈ પણ પ્રકારનુ નુકસાન નથી થયું.
ઓમાનના સુલ્તાન કાબુલ યુનિવર્સિટીના EMC સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મસ્કતથી 45 કિમી દક્ષિણ-પશ્વિમના ડુક્મ પાસે આ આંચકાઓ અનુભવાયા હતા. રોયલ ઓમાન પોલીસે પણ તેમને નાગરિકો દ્વારા ભૂંકપના હળવા આંચકા અનુભવાયા હોવાનો કોલ મળ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારનું જાન-માલનું નુકસાન થયું હોવાની માહિતી મળી નહોતી.
5થી 6 રેક્ટર સ્કેલની તીવ્રતાવાળા ભૂકંપ ઈરાનની મુખ્ય ફોલ્ટ લાઈનને હિટ કરે છે અને દુબઈ અને ઉત્તરી અમીરાતમાં પણ અનુભવાય છે જ્યારે 7 રેક્ટર સ્કેલની તીવ્રતાવાળા ભૂકંપને સૌથી વધુ જોખમી માનવામા આવે છે, જેમાં બે અઠવાડિયા પહેલાં તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપનો સમાવેશ થાય છે.