મારી સાથે ખોટુ થઈ રહ્યું છે… ઓલિમ્પિક મેડલિસ્ટના આક્ષેપથી ખળભળાટ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઓલિમ્પિક મેડલિસ્ટ લોવલિના બોર્ગોહેને લગાવેલા આરોપોને કારણે ખળભળાટ મચી ગયો છે. તેણે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આજે હું ખૂબ જ દુઃખ સાથે કહી રહી છું કે મારી સાથે ઘણું હેરેસમેન્ટ થઈ રહ્યું છે. દર વખતે મારા કોચ જેમણે મને ઓલિમ્પિકમાં મેડલ અપાવવામાં મદદ કરી હતી. તેમને વારંવાર હટાવીને મારી ટ્રેનિંગ પ્રોસેસ અને કોમ્પીટિશનમાં વારંવાર હેરેસમેન્ટ કરે છે.

આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, લવલીના દેશનું ગૌરવ છે. દરેક બાબતમાં સમર્થન અને મદદ મળવી જોઈએ. મને આશા છે કે સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે

ભારતીય મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 2018 વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને 2019 વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, તેણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને ઘણું નામ કમાવ્યું. તે બોક્સર વિજેન્દર કુમાર (2008) અને એમસી મેરી કોમ (2012) પછી બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી ત્રીજી અને બીજી ભારતીય મહિલા ખેલાડી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.