સ્કીન પ્રોબ્લેમ્સથી છો પરેશાન? અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

સ્પેશિયલ ફિચર્સ

આજકાલ ઘણા લોકો સ્કિનની સમસ્યાથી પરેશાન હોય છે, જેને દૂર કરવા માર્કેટમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને ઘણા લોકો ઘરગથ્થુ ફરાયો પણ અજમાવે છે. તેમ છતાં જોઈએ એટલો ફરક પડતો નથી. તમે જૈતૂનના તેલ (Olive Oil) થી સ્કીન પર મસાજ કરશો તો તમારી સમસ્યાઓનો અંત આવી શકે છે.
જો તમે ડ્રાય સ્કીનની સમસ્યાથી પરેશાન છો તો જૈતૂનનું તેલ (Olive Oil)રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત પિંપલમાંથી પણ રાહત મળી શકે છે. સ્કીન પરની કરચલીઓ દૂર કરવા અને ગ્લો વધારવામાં પણ જૈતૂનનું તેલ (Olive Oil) ઉપયોગી સાબિત થશે. જૈતુનના તેલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેને કારણે કોઈપણ પ્રકારના ચેપમાંથી મુક્તિ મળે છે. જૈતૂનના તેલ (Olive Oil) થી પાંચ મિનિટથી વધુ મસાજ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો આ મસાજ બાદ કોઈપણ સમસ્યા ઉદ્ભવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.