Homeદેશ વિદેશતમારી પાસે પણ છે જૂના દાગીના? તો પહેલાં આ વાંચી લો...

તમારી પાસે પણ છે જૂના દાગીના? તો પહેલાં આ વાંચી લો…

સોનાના ભાવ દિવસે દિવસે આસમાનને આંબી રહ્યા છે અને સતત તેના ભાવમાં વધારો જ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સરકારે આ સોનાના દાગીના અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારે સોનાના ઘરેણા અંગે નવો આદેશ બહાર પાડ્યો છે.

હવે સોનાના દાગીનાઓ માટે છ ડિજિટનો ‘આલ્ફાન્યુમેરિક HUID’ (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) જરૂરી હશે. આના વગર દાગીનાની ખરીદી અને વેચાણ શક્ય જ નથી. આ નવો નિયમ અમલમાં મૂકાયો એના એક દિવસ પહેલાં જ સરકારે જ્વેલર્સને થોડીક રાહત આપી હતી. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ 1 એપ્રિલથી હોલમાર્કવાળી સોનાની જ્વેલરી માટે છ અંકનો ‘આલ્ફાન્યૂમેરિક’ HUID ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

સરકાર દ્વારા શુક્રવારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીને પગલે જ્વેલર્સને ત્રણ મહિનાનો વધારો સમય મળી ગયો છે. જોકે આ છૂટ માત્ર જુલાઈ 2021 પહેલા બનાવવામાં આવેલા દાગિનાઓ પર જ આપવામાં આવશે.

મળી રહેલી માહિતી અનુસાર મંત્રાલયે સોનાના દાગીના અને ગોલ્ડ આર્ટિફેક્ટ્સ ઓર્ડર, 2020ના હોલમાર્કિંગમાં સુધારો કર્યો છે અને આ સુધારા અંતર્ગત જ જે જ્વેલર્સે અગાઉ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરીનો સ્ટોક જાહેર કર્યો હતો એમને આવા દાગીના વેચવા માટે 30મી જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે અને આ સમયગાળા બાદ જ્વેલર્સ આ દાગીનાઓ વેચી શકશે નહીં.

આ બાબતે વાત કરતાં મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે દેશમાં 1.56 લાખ રજિસ્ટર્ડ જ્વેલર્સ છે, જેમાંથી 16,243 જ્વેલર્સે આ વર્ષે 1 જુલાઈના રોજ તેમની જૂની હોલમાર્કવાળા દાગિનાઓનો સ્ટોક જાહેર કરવામાં આવ્યો હતો. આવા જ્વેલર્સને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. ખરેએ વધુમાં જણાવ્યું હતું કે આ લાસ્ટ એક્સ્ટેન્શન છે અને હવે ત્યાર બાદ જૂના સ્ટોકને ક્લિયર કરવા માટે જ્વેલર્સને વધારાનો સમય આપવામાં નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -