સોનુ… આજે સર્વસામાન્ય નાગરિકોની પહોંચ બહાર જતું રહ્યું હોય અને દિવસે દિવસે તેના ભાવ આસમાનને આંબી રહ્યા છે. હાલમાં 10 ગ્રામ સોના માટે આશરે 58,000થી 60,000 રૂપિયા ચૂકવવા પડે છે જાણકારો તો એવું પણ કહી રહ્યા છે કે આ વર્ષના અંત સુધીમાં કદાચ સોનાનો ભાવ 70,000 રૂપિયા તોલા સુધી પણ પહોંચી શકે છે, પણ જ્યારે તમે 60 વર્ષ પહેલાંના સોનાના ભાવ જોશો તો તમારી આંખો પણ પહોળી થઈ જશે.
માત્ર સોનુ જ નહીં પણ ચાંદીનો પણ આ જ હાલ છે. આજે આટલી મોંઘી કિંમતે વેચાતુ સોનું જૂના જમાનામાં શું ભાવે વેચાતું હતું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. તો તમારા આ સવાલનો જવાબ છે કે 60-70 વર્ષ પહેલાં 10 ગ્રામ સોનુ 63 રૂપિયામાં મળતું હતું. કિંમત સાંભળીને ચોંકી ગયા ને? આ હકીકત છે. આ વાત છે 1963ની અને એ સમયે એક તોલા સોનાની ઓછામાં ઓછી કિંમત 45 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 63 રૂપિયા જેટલી હતી. આજની તારીખમાં ભલે આ કિંમત આપણને નજીવી લાગતી હોય, પણ એ સમયે આ કિંમત પણ લોકો માટે વધુ હતુ અને ગરીબીને કારણે એ સમયે પણ સોનુ લોકોની પહોંચની બહાર હતું.
સ્વતંત્રતાના સમયે સોનાનો ભાવ 88.62 રૂપિયા જેટલો હતો. ઈન્ડિયન પોસ્ટ ગોલ્ડ કોઈન સર્વિસિઝના મતે દેશ જ્યારે ગુલામીની ઝંઝીરમાં જકડાયેલો હતો એ સમયે 10 ગ્રામ સોનાની કિંમત 44 રૂપિયા હતી અને 1947માં આ કિંમત વધીને 88.62 રૂપિયા જેટલી થઈ ગઈ હતી.
સ્વતંત્રતા બાગ સોનાની અત્યાર સુધી જોવા મળેલો ઘટાડો 1964માં જોવા મળી હતી અને એ સમયે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂપિયા 63.25 જેટલો થઈ ગયો હતો.
થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયા પર 1951ના સોનાની ખરીદીનો બિલ વાઈરલ થયો હતો અને તેમાં 63 વર્ષ પહેલાંની સોનાની કિંમત 113 પ્રતિ 10 ગ્રામ હતી. આ બિલ મહારાષ્ટ્રના પુણે જિલ્લાનું હતું અને દુકાનદારના નામ તરીકે મેસર્સ વામન નિંબાજી અષ્ટેકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્રીજી માર્ચના આ બિલમાં ખરીદનાર તરીકે શિવલિંગ આત્મારામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિલ પર બે પ્રકારની સોનાની ખરીદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એકની કિંમત 113ના ભાવે 621 રૂપિયા અને બીજાની કિંમત 251 જેટલી છે. આ વ્યક્તિએ સોનાની સાથે સાથે ચાંદીની ખરીદી પણ કરી હતી અને બિલની ટોટલ એમાઉન્ટ 909 રૂપિયા હતી. 60 વર્ષ જૂનું આ બિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયું હતું અને લોકો એ સમયના અને અત્યારના સોનાના ભાવની ચર્ચા કરતાં જોવા મળ્યા હતા.