અરે બાપરે! આદિત્ય ઠાકરે હવે એકલા પ્રધાન બચ્યા છે જે શિવસેનામાં છે- બાકી બધાય રફુચક્કર

અવર્ગીકૃત

મહારાષ્ટ્રની રાજકીય લડાઈ વકરી રહી છે. શિવસેનામાં બળવો કરી અલગ જૂથ બનાવનાર એકનાથ શિંદે સાથેના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રધાનો પણ શિંદે સાથે જોડાઈ ગયા છે. રવિવારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન
ઉદય સામંત પણ શિંદે જૂથમાં જોડાઇ ગયા હતા, જેને કારણે ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો હતો. આધારભૂત સૂત્રો જણાવે છે કે મહાવિકાસ આઘાડીમાં શિવસેનાના કુલ પ્રધાનોમાંથી હવે માત્ર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે જ પ્રધાન તરીકે બચ્યા છે.
એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ એક પછી એક શિવસેનાના નેતાઓ તેમની સાથે જોડાવા માંડ્યા છે. રવિવારે કેબિનેટ પ્રધાન ઉદય સામંત પણ ગુવાહાટી પહોંચી ગયા હતા. તેથી હવે શિંદે ગ્રુપના મંત્રીઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર આદિત્ય ઠાકરે જેઓ પર્યાવરણ ખાતાના પ્રધાન છે, તેઓ હવે એકલા જ પ્રધાન છે જે ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા છે. આદિત્ય ઠાકરે હવે શિવસેના ક્વોટામાંથી એક માત્ર કેબિનેટ મંત્રી છે જે ધારાસભ્ય છે, જ્યારે બાકીના ત્રણ તેમના પક્ષના MLC છે. જ્યારે શિવસેનાની રાજ્ય કેબિનેટ ગુવાહાટી પહોંચી ગઇ છે. ઉદય સામંત, જે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રાલયનું નેતૃત્વ કરે છે, તે એકનાથ શિંદે કેમ્પમાં જોડાનાર શિવસેનાના નવમા મંત્રી બન્યા.
શિંદે જૂથમાં શિવસેનાના જે પ્રધાનો જોડાઇ ગયા છે તેમાં એકનાથ શિંદે ઉપરાંત ઉદય સામંત, દાદા ભૂસે, ગુલાબરાવ પાટીલ, સંદીપન ભૂમરેનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.