વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે આજે ટ્વિટ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટર વિષયનું પેપર લીક થયું હોવાની માહિતી આપતા ખળભળાટ મચી ગયો છે. જો કે તેમણે ટ્વિટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ પેપર સાચું છે કે ખોટું તેની હું પુષ્ટી કરતો નથી અને સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. તેમણે એવો દાવો કર્યો હતો કે એક જાગૃત નાગરિકે તેમને આ પેપર આપ્યું હતું. અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના બનાવો બહાર આવતાં હતા પણ હવે બોર્ડના પેપર પણ લીક થાય તેવા બનાવ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં જુનિયર ક્લાર્કનું પેપર પણ ફૂટ્યું હતું.
આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં “”#કોમ્પ્યુટર_વિષય“” ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે.
મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે.
પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.
વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે👉૩ થી ૬:૧૫ pic.twitter.com/PstcxW3Ead— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023
“>
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે ટ્વિટ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટર વિષયનું પેપર લીક થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે હાલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપર લીક થયાની માહિતી પહોંચાડવામાં આવી છે. (Paper leak in Gujarat)
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે પેપર સાચું છે કે ખોટું તેની હું પુષ્ટિ કરતો નથી. તેમણે બીજા ટ્વિટમાં લખ્યું કે મારી પાસે કોઇ માધ્યમ નથી. સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. જ્યાં પણ જરુર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરુપે જરુરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું.
જોકે આ ટ્વીટને લીધે માંડ પરીક્ષામાંથી નવરા થયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા.