શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉપનેતા સુષમા અંધારેએ વારકરી સંપ્રદાયના કરેલા અપમાનના વિરોધમાં શનિવારે થાણે બંધની હાકલ કરવામાં આવી હતી, જેના સમર્થનમાં થાણેમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. થાણેમાં વારકરીઓની લોન્ગ માર્ચ પણ કાઢવામાં આવી હતી, જેમાં ભાજપ અને શિંદે જૂથના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.