Homeમેટિની‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ‘ધ વેક્સિન વોર’ વિશે જાણવા જેવું

‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ‘ધ વેક્સિન વોર’ વિશે જાણવા જેવું

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

૨૦૨૨માં રેકોર્ડ્સ તોડનારી ‘ધ કશ્મિર ફાઇલ્સ’ના મેકર્સે એક નવી ફિલ્મની અનાઉન્સમેન્ટ કરી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક અગ્રવાલ ‘ધ વેક્સિન વોર’ નામક ફિલ્મ લાવી રહ્યા છે.
૧૦મી નવેમ્બરે વિવેક અગ્નિહોત્રીનો જન્મદિવસ હતો. ત્યારે તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોતાની સાથે અભિષેક અગ્રવાલ અને પુષ્પા’ ફિલ્મના ડિરેક્ટર સુકુમાર સાથે ફોટો મૂકીને ‘ધ વેક્સિન વોર’ની જાહેરાત કરી હતી. જોકે, તેમણે ફિલ્મનું નામ નહોતું લખ્યું. ઇવન, સુકુમાર કઈ રીતે જોડાયા છે તે પણ મેન્શન નહોતું કર્યું. વિવેક અગ્નિહોત્રીએ લખ્યું હતું કે, ભારતને સિનેમા દ્વારા એક કરી રહ્યા છીએ. ‘ધ વેક્સિન વોર’ અંગે એક ઇન્ટરવ્યૂમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, કોવિડ લોકડાઉનના કારણે જ્યારે ‘ધ કશ્મિર ફાઇલ્સ’ પોસ્ટપોન થઈ ત્યારે અમે ઈંઈખછ (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને ગઈંટ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી)ના સાયન્ટિસ્ટ્સને મળીને તેમની સ્ટ્રગલ જાણી હતી. વિદેશી એજન્સીઓ સામે લડીને તેમણે કઈ રીતે આ વેક્સિનનું કામ પાર પાડ્યું તે અમે જાણ્યું. આ બલિદાનની ગાથા છે. આપણે અંતે સૌથી ઝડપી, સસ્તી અને સેફ વેક્સિન મેળવી શક્યા. મને થયું કે આ વાર્તા દરેક ભારતીયે જાણવી જોઈએ.’
‘ધ વેક્સિન વોર’માં અનુપમ ખેર (૫૩૪મી ફિલ્મ!) જોવા મળશે. વિવેક અને અનુપમ ખેરનું આ બુદ્ધા ઇન અ ટ્રેફિક જેમ, ધ તાશ્કંદ ફાઇલ્સ અને ધ કશ્મિર ફાઇલ્સ પછીનું ચોથું કોલબરેશન છે. આ વર્ષના સ્વતંત્ર દિવસ એટલે કે ૧૫મી ઑગસ્ટે રિલીઝ થનારી ‘ધ વેક્સિન વોર’ હિન્દી ઉપરાંત અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, ઉર્દુ અને આસામી: એમ કુલ ૧૧ ભાષામાં બનવાની છે. ફિલ્મને લગતી અન્ય એક રોચક વાત એ છે કે, તેમાં નાના પાટેકર એક મહત્ત્વનો રોલ કરવાના છે, તેવા રિપોર્ટ્સ સામે આવ્યા છે. ૨૦૨૨માં વિવેક અગ્નિહોત્રીએ ધ દિલ્હી ફાઇલ્સ’ની પણ જાહેરાત કરી હતી.
———
શાહિદ કપૂરની ‘ફર્ઝી’નું
પહેલું ટિઝર રિલીઝ
મનોજ બાજેપઈની વધુ ને વધુ લોકો સુધી પહોંચાડનાર (ધ ફેમિલી મેન) ડિરેક્ટર બેલડી રાજ અને ડિકે નવી સિરીઝ લઈને આવી રહ્યા છે. સિરીઝનું નામ ‘ફર્ઝી’ રાખવામાં આવ્યું છે. ફર્ઝીમાં મુખ્ય પાત્ર શાહિદ કપૂર ભજવી રહ્યો છે. છેલ્લે દક્ષિણ ભારતની રિમેક ‘જર્સી’માં દેખાયેલા શાહિદ કપૂરનું આ ડિજિટલ ડેબ્યૂ છે. આ ડ્રામા થ્રિલરમાં તેની સાથે વિજય સેતુપથી ઉપરાંત રાશિ ખન્ના, કે. કે. મેનન, રેગિના કેસેન્દ્રા,ઝાકિર હુસ્સૈન, ભુવન અરોરા, અમોલ પાલેકર અને કુબ્રા સૈત જોવા મળશે. ફર્ઝીમાં એક કલાકાર જે ઠગ છે તેની અને એક ટાસ્ક ઑફિસર દેશને ખતરાથી બચાવવા દોડી રહ્યો છે, તેની વાર્તા છે. રાજ ઍન્ડ ડિકેની શૈલી મુજબ ફર્ઝી ફાસ્ટ પેઝ્ડ થ્રિલર સિરીઝ હશે. શાહિદ કપૂરે તેના આ ડિજિટલ ડેબ્યૂ વિશે જણાવ્યું હતું કે, ૨૦ વર્ષથી હું ફિલ્મો કરું છું. એ ટ્રેન્ડને તોડીને ડિજિટલ કામ કરવું ચેલેન્જિંગ છે. આ લોન્ગ ફોર્મ ફોર્મેટ છે. પહેલી સીઝનના આઠથી નવ એપિસોડ દરમ્યાન કઈ રીતે મારું પાત્ર બિલ્ટ-અપ થઈ રહ્યું છે તે જોઈને હું પણ રોમાંચિત છું.
———
કયા કયા ફેરફાર બાદ રિલીઝ થશે ‘પઠાન’?
શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મનું પહેલું ગીત ‘બેશર્મ રંગ’ રિલીઝ થયા બાદ ઘણો વિરોધ થયો. ગીતમાં દીપિકા પાદુકોણની બિકિનીના રંગને લઈને સામાન્ય પ્રજાથી કરી નેતાઓ સુધીના લોકોએ પોતાનો વાંધો રજૂ કર્યો.
ફિલ્મ પર ચાલી રહેલા આ વિવાદ વચ્ચે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીનું નિવેદન આવ્યું હતું કે પઠાનમાં સેન્સર બોર્ડના નિયમ અનુસાર ફેરફાર કરવામાં આવ્યા છે. હવે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, સેન્સર બોર્ડના કહેવા પર ફિલ્મમાં અમુક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેશર્મ રંગ ગીતમાં તો ફેરફાર થયા છે જ, ફિલ્મના ડાયલોગ્સમાં પણ અમુક ફેરફાર કરવામાં આવ્યા છે.
એક રિપોર્ટ મુજબ બેશર્મ રંગ ગીતના ફિલ્માંકનમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણના અમુક ક્લોઝ-અપ શોટ્સ હટાવવામાં આવ્યા છે. સાથે જ, ‘બહુત તંગ કિયા’ શબ્દો (લિરિક્સ) દરમ્યાન આવનારા સેન્શુઅસ વિઝ્યુઅલ પણ બદલાવવામાં આવ્યા છે અને તેની જગ્યાએ બીજા શોટ્સ મૂકવામાં આવ્યા છે. બેશર્મ રંગ દરમ્યાન દીપિકાના સાઇડ પોઝ પણ હટાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, ‘પઠાન’માં ૧૩ જગ્યાએ ઙખઘ (વડાપ્રધાન કાર્યાલય) ને બદલવામાં આવ્યું છે. વડા પ્રધાનની જગ્યાએ પ્રેસિડન્ટ અથવા મંત્રી કરવામાં આવ્યું છે. વાર્તા મુજબ, ઇન્ટેલિજન્સ એજન્સી રોને બદલીને બીજા શબ્દનો ઉપયોગ કરાયો છે. વગેરે આ પ્રકારના ફેરફાર બાદ સેન્સર બોર્ડે પઠાનના મેકર્સને ઞ/અ રેટિંગ આપ્યું છે. ફિલ્મનું હવે રનટાઇન ૨ કલાક ૨૬ મિનિટ છે. ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થનારી, સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત પઠાનમાં જોન અબ્રાહમ ખૂંખાર વિલન બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular