મુંબઈ: ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ જોવા મળતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓમાં એકંદરે મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને નિકલમાં સતત ચોથા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં વધુ કિલોદીઠ રૂ. ૨૩નો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે કોપરની અમુક વેરાઈટીઓ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨નો સુધારો આવ્યો હતો. જોકે, તેની સામે આજે મુખ્યત્વે ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૩ અને રૂ. ૩ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ખાસ કરીને નિકલમાં સતત ચોથા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩ વધીને રૂ. ૨૨૮૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કિલોદીઠ ધોરણે કોપર વાયરબાર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૧૪, રૂ. ૪૮૫ અને રૂ. ૭૨૫ના મથાળે અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૭૫૮ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૩ ઘટીને રૂ. ૨૩૦૦ અને રૂ. ૩ ઘટીને રૂ. ૧૯૫ના મથાળે અને નિરસ માગે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૨૭૩ના મથાળે રહ્યા હતા.
નિકલ, કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓમાં સુધારો
RELATED ARTICLES