સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
ફિલ્મ ઉદ્યોગ જેને સરકાર હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી. નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
———–
ગોડફાધર
ફિલ્મોમાં એક ગોડફાધર રહેતો હોય છે, થોડી પહોંચવાળો, થોડો અનુભવી અને થોડો હોશિયાર. ફિલ્મોમાં કામ કરવા માટે આવેલા કોઈ છોકરામાં તેને ટેલેન્ટ દેખાય તો તેના માથા પર પોતાનો હાથ રાખી દેતો હોય છે. તે એવું વિચારે છે કે બની જશે તો આખી જિન્દગી પગ પકડશે, નહીં તો આપણા ખિસ્સામાંથી શું ગયું છે.
છોકરીઓના કેસમાં એટલે કે હિરોઈન બનવા આવેલી છોકરીઓના કિસ્સામાં આવું નથી. આપણે કહી શકીએ કે દરેક સફળ નાયકની પાછળ એક ગોડફાધર હોય છે તો દરેક અસફળ અભિનેત્રીની પાછળ પણ એક ગોડફાધર હોય છે. તે એને લઈને ફિલ્મ શરૂ કરે છે. મોટા ભાગના કિસ્સામાં તો તે ફિલ્મ પૂરી જ નથી થતી, પૂરી થઈ જાય તો તે ફિલ્મ રિલીઝ નથી થતી અને રિલીઝ થઈ પણ જાય તો પણ ચાલતી નથી. આ બધાની વચ્ચે તે નાયિકા પેલા ગોડફાધરની સાથે સજી-ધજીને પાર્ટીઓમાં જાય છે અને પછી એક દિવસ એવું સાંભળવા મળે છે કે તે અભિનેત્રીએ પોતાના ગોડફાધરની સાથે જ સંસાર વસાવી લીધો છે. જે પહેલેથી જ વસેલો હતો. ગોડફાધર-પરમેશ્ર્વર પિતા ત્યારે પતિ પરમેશ્ર્વર બની જાય છે.
————–
થિયેટરવાળો
સિનેમાહોલ વાળો પણ સિનેમાનો એક મહત્ત્વપૂર્ણ અપ્રત્યક્ષ સ્તંભ હોય છે. ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ. હવે જોવા માટેની જગ્યા જ નહીં હોય તો પછી નિર્માતા શું કરી લેશે અને દર્શકો પણ શું કરી લેવાના છે? થિયેટરવાળા વગર તો નિર્માતા અને દર્શકની હાલત એવી જ હોય છે, જેવી ગોર મહારાજની ગેરહાજરીમાં વર અને વધૂની હોય છે.
આ થિયેટરવાળો પણ ગોર મહારાજની જેમ જ ગાંઠનો પાકો હોય છે. ફિલ્મ ચાલે કે પછી ફ્લોપ થઈ જાય તેના ટકા પાકા હોય છે. તે નિર્માતાની નુકસાનીમાં ભાગીદાર બનતો નથી.
ઉપકાર ફિલ્મમાં જેવી રીતે પ્રેમ ચોપડા
સ્વાર્થમાં પોતાના ભાઈ મનોજકુમારથી
અલગ થઈ ગયો હતો એવી જ રીતે થિયેટરવાળો પણ પૈસાની લાલચમાં ફિલ્મ ઉદ્યોગથી અલગ થઈ રહ્યો છે.
અત્યારે થિયેટરો તોડાવીને તેની જગ્યા પર શોપિંગ સેન્ટરો બનાવી રહ્યો છે. ‘ઓ.. જાને વાલે, હો સકે તો લૌટ કે આના.’
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)