સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોંકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
——
મેક-અપ મેન
મેક-અપ મેનનું કામ ઘણું બારીક પ્રકારનું હોય છે. સુંદરને બદસુરત અને બદસુરતને વધુ બદસુરત બનાવી શકે છે. ‘હિન્દુસ્તાની’ ફિલ્મમાં કમલ હસન માટે બોલીવુડમાંથી મેક-અપ મેન બોલાવવામાં આવ્યો હતો. સિત્તેર વર્ષના વૃદ્ધનો એવો ઉત્કૃષ્ટ મેક-અપ કર્યો હતો કે કીધું ન હોય તો કોઈ ઓળખી પણ ન શકે કે આ તો કમલ હસન જ છે. વાહ! મેક-અપ મેન વાહ! જેવી પ્રશંસા મેળવવાનું નસીબ મેક-અપ મેનનું હોય છે, એવું ઘણા ઓછા લોકોનું હોય છે. તે માધુરી દીક્ષિતને એક ફૂટના અંતરથી જોઈ શકે છે. આવી જ રીતે ઐશ્ર્વર્યા રાયની આંખોમાં ડોકિયું કરી શકે છે. તે કરીશ્મા કપૂરના ગાલોને એકથી વધુ વખત સ્પર્શ કરી શકે છે. નાયક પછી આવી સુવિધા ફક્ત અને ફક્ત મેક-અપ મેન પાસે હોય છે. આ દેશના પ્રધાનમંત્રી પાસે પણ નહીં અને રાષ્ટ્રપતિ પાસે પણ નહીં.
આમ તો જોકે મેક-અપ મેનની સામે નાયક પણ ક્યાં ટકી શકે છે? નાયિકાના ગાલોનો સ્પર્શ પહેલાં મેક-અપ મેનને મળે છે. નાયકના સ્પર્શ કરવા સુધીમાં તો ગાલ સેકેન્ડ હેન્ડ થઈ ચૂક્યા હોય છે.
——–
ડુપ્લિકેટ
ડુપ્લિકેટનો અર્થ થાય છે કે હૂબહૂ અથવા તો પ્રતિરૂપ. નાયક સારો અભિનય કરી લેતો હોય છે, પરંતુ જરૂરી નથી કે તે બીજા માળેથી કૂદી પણ શકતો હોય. નાયકનો ડુપ્લિકેટ બીજા માળ પરથી કૂદી શકે છે, પરંતુ તે સારો અભિનય કરી શકતો નથી એટલે આવો રસ્તો કાઢવામાં આવ્યો છે. નાયકના હિસ્સાના જમ્પ ડુપ્લિકેટ લગાવે છે અથવા તો એમ પણ કહી શકાય કે ડુપ્લિકેટના હિસ્સાનો અભિનય નાયક કરે છે.
કેટલાક બૌદ્ધિકોને આ વાતનો વાંધો છે કે ડુપ્લિકેટના હિસ્સાની તાળીઓ નાયકને કેમ મળે છે? તો ભાઈ, આ તો દુનિયાની વ્યવસ્થા જ એવી છે. ફક્ત ફિલ્મોમાં નહીં, દરેક ક્ષેત્રમાં આવું જ થતું હોય છે. એકના હિસ્સાનું શ્રેય બીજી વ્યક્તિ લઈ જાય છે. દેશની આઝાદી માટે પ્રાણ કોઈ બીજું આપે છે અને સત્તાનું સુખ કોઈ બીજું ભોગવે છે. ભાષણ કોઈ બીજું લખતું હોય છે અને તે ભાષણ પર તાળીઓ બીજો કોઈ નેતા વગડાવતો હોય છે. એટલે કે ઠગુ કુલ રીત સદા ચલી આયી…
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)ઉ