બ્રિટનમાં ચાર્લ્સ ત્રીજાનો રાજ્યાભિષેક કરાયો

દેશ વિદેશ

લંડન: શનિવારે બ્રિટનના નવા રાજવી તરીકે શનિવારે કિંગ ચાર્લ્સ ત્રીજાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. લંડનની એક્સેશન કાઉન્સિલ ખાતે રાજ્યાભિષેક સમારંભમાં સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા બાદ લંડનના સેન્ટ જેમ્સ પેલેસ ખાતે ચાર્લ્સે હોદ્દાના શપથ લીધા હતા. બ્રિટનના ઇતિહાસમાં
પહેલી વખત રાજ્યાભિષેક સમારંભનું ટેલિવિઝન
પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. રાણી એલિઝાબેથ બીજાં ૯૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યા પછી તેમના પુત્ર ૭૩ વર્ષીય પ્રિન્સ ઑફ વેલ્સ ઉર્ફે પ્રિન્સ ચાર્લ્સને રાજવી એટલે કે ‘કિંગ’ના હોદ્દા પર બેસાડવામાં આવ્યા હતા. તેમનાં પત્ની કૅમિલા (ક્વીન કોન્સોર્ટ ) અને બે પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હૅરી રાજ્યાભિષેકના સમારંભમાં ઉપસ્થિત હતા. હવે પ્રિન્સ હૅરીને પ્રિન્સ ઑફ વેલ્સ (ભાવિ રાજવી)નો અખત્યાર સોંપાયો છે.
સ્કૉટલૅન્ડ સ્થિત બાલ્મોરલ કૅસલમાં ક્વીન એલિઝાબેથનું અવસાન થયા બાદ કિંગ ચાર્લ્સ ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ લંડન પાછા ફર્યા હતા. રાણી એલિઝાબેથના અવસાન બાદ રાજવી મહેલ સહિત બ્રિટનની તમામ રાષ્ટ્રીય સંસ્થાઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. એક્સેશન કાઉન્સિલમાં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની ઔપચારિકતા પૂરી થયા બાદ એ ધ્વજ ફરી પૂર્ણ કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. રવિવારથી રાણી એલિઝાબેથના અવસાનના રાષ્ટ્રીય શોકમાં ફરી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.