ઓડિશામાં મકર સંક્રાંતિ નિમિત્તે યોજાયેલા સંમેલનમાં નાસભાગ, બેના મોત

58

2 લાખથી વધુ લોકો હાજર હતા સંમેલનમાં
10 જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોનો આંકડો વધે એવી આશંકા

ઓડિશા: ઓડિશામાં મકર સંક્રાંતિના મેળા દરમિયાન નાસભાગ થઈ હતી અને આ નાસભાગમાં બેના મૃત્યુ થયા હતા તેમ જ અનેક લોકોના ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

ઓડિશાના કટક ખાતે યોજાયેના મકર સંક્રાંતિના મેળામાં અચાનક નાસભાગ શરુ થઈ ગઈ હતી. આ નાસભાગ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પણ તેમાં બે જણના મૃત્યુ થયા હોઈ અનેક જણ ઈજાગ્રસ્ત હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બે લાખથી વધુ લોકો આ સંમેલનમાં હાજર હતા.
પ્રથમિક માહિતી અનુસાર કટક જિલ્લાના બડંબા-ગોપીનાથપુર-ટી-બ્રિજ પર મકર સંક્રાંતિ નિમિત્તે એક સંમેલલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં અચાનક જ વચ્ચે નાસભાગ શરુ થઈ ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ નાસભાગમાં બે જણનું મૃત્યુ થયું હતું અને 10 જણને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોનો આંકડો હજી વધી શકે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!