Homeટોપ ન્યૂઝNZ VS IND: ટવેન્ટી-20 મેચમાં ભારત વિજયી

NZ VS IND: ટવેન્ટી-20 મેચમાં ભારત વિજયી

માઉન્ટ માઉંગાનુઈઃ ન્યૂ ઝીલેન્ડ સામે ભારતની બીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ટોસ જીતીને ન્યૂ ઝીલેન્ડે બોલિંગ લીધી હતી. પહેલા દાવમાં ભારતે 191 (6 વિકેટ) રન માર્યા હતા, જેના જવાબમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ન્યૂ ઝીલેન્ડ તબક્કાાવાર વિકેટ ગુમાવતા ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ભારતે ચોથી જીત મેળવી હતી. ભારતે ન્યૂ ઝીલેન્ડને બીજી ટવેન્ટી-20 મેચમાં 65 રનથી હરાવીને સિરીઝમાં 1-0થી આગળ રહ્યું છે.

સૂર્યકુમાર યાદવની (111 રન સાથે) શાનદાર બેટિંગ

સેમી ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે શરમજનક હાર પછી ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ રવિવારે બીજી મેચમાં ભારતે 191 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે શાનદાર સેન્ચ્યુરી મારી હતી. ભારતવતીથી ઈશાન કિશન ઓપનિંગમાં આવ્યા હતા, જ્યારે ઋષભ પંતે પણ નિરાશાજનક બેટિંગ કરી હતી, જેમાં 36 રને ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી ત્યાર બાદ ઈશાન કિશન અને સૂર્ય કુમાર યાદવે સારી શરુઆત કરી હતી. ત્રીજા નંબરે બેટિંગમાં આવેલા સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રન બનાવ્યા હતા. 111 રનમાં સૂર્યકુમાર યાદવે 11 ચોક્કા અને સાત છક્કાનો સમાવેશ થાય છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 217 રનનો રહ્યો હતો. અલબત્ત, ટવેન્ટી-ટવેન્ટીની કારકિર્દીમાં સૂર્યકુમાર યાદવે બીજી વખત સદી ફટકારી છે.
ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયસને હાફ સેન્ચ્યુરી મારીને વિકેટ ગુમાવી હતી. 52 બોલમાં 61 રન માર્યા હતા, જેમાં ચાર ચોક્કા અને છ સિક્સ મારી હતી. એક તબક્કે 18 ઓવરમાં 125 રને સાત વિકેટ ગુમાવી હતી. ભારત વતીથી દીપક હુડ્ડાએ ચાર વિકેટ ઝડપી હતી. આ મેચમાં સૌથી મહત્ત્વની બાબત સૂર્યકુમાર યાદવે 32 બોલમાં ફિફ્ટી રન કર્યા હતા, જ્યારે છેલ્લા 19 બોલમાં 61 રન બનાવ્યા હતા.ટવેન્ટી-ટવેન્ટીમાં ભારતવતીથી નોંધપાત્ર રન મારનારા આ બેટ્સમેન રહ્યા છે, જેમાં પહેલા નંબરે વિરાટ કોહલી છે. 122-વિરાટ કોહલી, 118-રોહિત શર્મા, 117 સૂર્ય કુમાર યાદવ, 111 સૂર્યકુમાર યાદવ, 111 રોહિત શર્મા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular