Homeટોપ ન્યૂઝફેક ફિલ્ડિંગના આરોપમાં ફસાયો કિંગ કોહલી, જાણો શું છે આખો મામલો

ફેક ફિલ્ડિંગના આરોપમાં ફસાયો કિંગ કોહલી, જાણો શું છે આખો મામલો

T20 World Cup 2022માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે એટલે કે બીજી નવેમ્બરે રમાયેલી રોમાન્ચક મેચમાં ભારતની જીત થઈ હતી. મેચમાં પરાભવ થનારી બાંગ્લાદેશ હવે હારનું ઠીકરું ઓનફિલ્ડ એમ્પાયર પર છોડીને વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગના આરોપો લગાવ્યા છે. વરસાદને કારણે પ્રભાવિત આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાંચ રનથી જીત મેળવી હતી, જે ડરવર્થ લુઈસ નિયમ હેઠળ મળી હતી. આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચગી રહ્યો છે. બાંગ્લાદેશના નરુલ હસને આરોપ લગાવ્યો હતો કે મેચ દરમિયાન ઓનફિલ્ડ અમ્પાયરો વિરાટ કોહલીની ફેક ફિલ્ડિંગ ચૂકી ગયા હતા. જો અમ્પાયરોએ ધ્યાન આપ્યું હોત તો ભારતને પાંચ રનની પેનલ્ટી મળી હોત અને અમે મેચ જીતી શક્યા હોત. મેચમાં નકલી થ્રો પણ હતો જેમાં પાંચ રનની પેનલ્ટી લાગી શકતી હતી, પરંતુ અમારા પક્ષમાં કંઈ નહોતું.
બાંગ્લાદેશની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે સાતમી ઓવરમાં આ ઘટના બની હતી. બાંગ્લાદેશના લિટન દાસ અને નજમુલ હુસૈન શાન્તો બેટિંગ કરી રહ્યા હતાં ત્યારે અર્શદિપે બોલિંગ કરી હતી. નરુલે કહ્યું હતું કે પોઈન્ટ પર ઊભેલા કોહલીએ કેચ લીધો અને રિલે થ્રો વડે તેને બીજા છેડે ફેંક્યો હતો. આ ઘટનાના આધારે વિરાટ કોહલી પર ખોટી ફિલ્ડિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું હતું કે, ICCની રમતના નિયમ અનુસાર જો નિયમોનું પાલન કરવામાં આવે તો, ફિલ્ડિંગ ટીમ ઈરાદાપૂર્વક બેટ્સમેનને અવરોધે નહીં અથવા તેનું ધ્યાન ભટકાવી શકે નહીં. જો અમ્પાયરને લાગે કે કોઈ ખેલાડીએ નિયમ તોડ્યો છે, તો તે ડેડ બોલ જાહેર કરી શકે છે અને પેનલ્ટીના પાંચ રન આપી શકે છે. શાન્તો અને લિટન કોહલી તરફ જોતા પણ નહોતા, તેથી તેના વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. આથી હવે મેચ અધિકારીઓની ટીકા કરવા બદલ નુરુલને સજા મળે તેવી શક્યતા છે.
કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એક ટ્વિટમાં લખ્યું, ‘ફેક ફિલ્ડિંગ વિવાદ વિશે વાત કરીએ તો સત્ય એ છે કે તેને કોઈએ જોયું નથી. ન તો અમ્પાયરો, ન બેટ્સમેન કે ન અમે. નિયમો આવા કિસ્સાઓમાં પાંચ રનની પેનલ્ટીનો ઉલ્લેખ કરે છે (આ પણ અમ્પાયરો પર આધાર રાખે છે) પરંતુ જ્યારે કોઈએ ધ્યાન ન આપ્યું હોય ત્યારે તમે શું કરશો. મને નથી લાગતું કે કોઈ ફરિયાદ કરશે કે જમીન ખૂબ ભીની હતી.

RELATED ARTICLES

Most Popular