નુપુર શર્માને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યુ તમારા નિવેદનથી દેશની શાંતિ જોખમાઇ

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે ભાજપના નેતા નુપુર શર્મા ‘જવાબદાર’ છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને પયગંબર મોહમ્મદ પયગંબર વિરુદ્ધની અપમાનજનક ટિપ્પણી માટે દોષિત ઠેરવતા કહ્યું કે તેમણે આખા દેશની માફી માંગવી જોઈએ.
નુપુર શર્માના મોહમ્મદ પયગંબર વિશેની ટિપ્પણીથી આખા દેશમાં આગ લાગી હતી. તેમના નિવેદનને કારણે ખાડી દેશોમાં ભારે રોષ ફેલાયો હતો. કોર્ટે વધુમાં આ અઠવાડિયે રાજસ્થાન જિલ્લામાં એક દરજીની ક્રૂર હત્યાનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે નુપુર શર્મા જ ઉદયપુરમાં બનેલી કમનસીબ ઘટના માટે પણ જવાબદાર છે.
ન્યાયમૂર્તિ સૂર્યકાન્તે કહ્યું, ” નુપુર શર્માએ દેશભરમાં લાગણીઓ ભડકાવી છે.” નુપુર શર્માએ માફી માંગી લીધી હતી અને વિવાદીત ટિપ્પણી પાછી ખેંચી હતી એવી દલીલના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે એ વખતે ઘણું મોડું થઇ ગયું હતું. તેમની ફરિયાદ પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નુપુર સામે અનેક એફઆઇઆર હોવા છતાં તેમની ધરપકડ પોલીસે નથી કરી.
કોર્ટે તેણીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે: “જ્યારે તમે કોઈની વિરુદ્ધ ફરિયાદ કરો છો ત્યારે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે પરંતુ કોઈ તમને સ્પર્શ કરવાની હિંમત કરતું નથી. તે તમારા પ્રભાવને દર્શાવે છે.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.