Homeટોપ ન્યૂઝનૂપુર શર્માને હથિયાર રાખવાનું લાઇસન્સ મળ્યું, પયગંબર વિવાદ બાદ મળી રહી છે...

નૂપુર શર્માને હથિયાર રાખવાનું લાઇસન્સ મળ્યું, પયગંબર વિવાદ બાદ મળી રહી છે ધમકીઓ

મોહમ્મદ પયગમ્બર અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડેડ થયેલ નુપુર શર્માને હથિયાર રાખવાનું લાઇસન્સ મળી ગયું છે. નૂપુર શર્માએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી. પ્રોફેટ મોહમ્મદ વિવાદ બાદ તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. દિલ્હી પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી છે.
નુપુર શર્માએ જૂન 2022માં ટીવી ચેનલની ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ વાનાધાજનક ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તેમની સામે અનેક રાજ્યોમાં કેસ નોંધવામાં આવ્યા છે. વિવાદને જોતા ભાજપે પણ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. ધમકીઓ મળતાં નુપુર શર્માએ સ્વબચાવ માટે હથિયાર રાખવાની પરવાનગી માંગી હતી.
નુપુર શર્મા વિરુદ્ધ 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ નોંધાયા છે. જોકે સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા હતા. અગાઉ સુપ્રીમ કોર્ટે નુપુર શર્માના નિવેદન અંગે આકરું વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે દેશમાં ઉભા થયેલા ખરાબ વાતાવરણ માટે નુપુર શર્મા જવાબદાર છે. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસને પણ ફટકાર લગાવી હતી અને પૂછ્યું હતું કે એફઆઈઆર નોંધાયા બાદ પણ તેમની ધરપકડ કેમ કરવામાં આવી નથી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular