મહારાષ્ટ્રમાં ન્યૂડ થઈને બીજાના ઘરમાં ઘુસ્યો યુવક! સગીરાની કરી છેડતી, મહિલાએ વિરોધ કર્યો તો તેની સાથે…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના પુણેમાં એક યુવક નગ્ન અવસ્થામાં મહિલાના ઘરમાં ઘુસીને સગીરાની છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પુણેના દત્તાવાડી પોલીસે આ મામલે આપેલી જાણકારી અનુસાર મહિલા અને પુરુષ એક જ
ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાથી એકબીજાને જાણતા હતાં. અચાનક તે યુવક નગ્ન અવસ્થામાં મહિલાના ઘરમાં ઘુસીને તેની બહેન અને 17 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. આ ઘટનાનો મહિલાએ વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરી હતી
અને અપ્શબ્દો બોલ્યા હતાં. તેની બહેન અને બાળકીએ બૂમો પાડી તો તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ફરિયાદ નોંધવી હતી. પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને 22 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી પરીણિત છે, પરંતુ તેની પત્ની છોડીને જતી રહી છે. અમે પોક્સો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.