દેશના વિકાસમાં દરેક ધર્મનું યોગદાન, કેટલાક લોકો કરી રહ્યા છે વાતાવરણ બગાડવાનો પ્રયાસઃ અજિત દોભાલ

દેશ વિદેશ

ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત દોભાલે એક સમ્મેલનમાં હાજરી આપી હતી, જ્યાં વિવિધ ધર્મોના ધર્મગુરુ સામેલ થયા હતાં. દોભાલે આ સમ્મેલનમાં જણાવ્યું હતું કે, હું આપ સૌનો આભારી છું. નસીરુદ્દીન ચિશ્તી સાહેબે કહ્યું છે કે આપણી એકતા કાયમ રહે! આપણા દેશના વિકાસનો ફાયદો દરેક ધર્મને મળવો જોઈએ, પરંતુ કેટલાક લોકો વાતાવરણને બગાડવાની કોશિશ કરે છે. જો આ સ્થિતિનો સામનો કરવો પડે તો સહન કરવું જોઈએ નહીં. આપણા દેશ પર આપણને ગર્વ હોવો જોઈએ. વર્ષ 1915માં અફ્ઘાનિસ્તાનના ઉલેમાઓએ એક પ્રોવિઝનલ સરકાર બનાવી હતી અને તેના પ્રેસિડેન્ટ રાજા મહેન્દ્ર પાલ સિંહને બનાવવામાં આવ્યા હતાં. તેથી એ આપણા માટે ગર્વની વાત કહેવાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.