ગુજરાતના ડાયમંડ સિટી ગણાતા સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક એનઆરઆઈએ સગા સંબંધી સામે જ સાતમા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.
મળતી વિગત પ્રમાણે, NRI દીપેશ પંજાબી સુરતના સિટીલાઇટના આર્જવ એપાર્ટમેન્ટમાં કાકાના ઘરે રહેવા આવ્યો હતો. તે પાંચ દિવસ પહેલા અમેરિકાથી આવ્યો હતો અને પુણેમાં હતો. ત્યાર બાદ સુરત આવ્યો હતો. બપોરે તેની તબિયત સારી નહીં હોવાનું જણાવી તેણે જમવાની ના પાડી હતી. તે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ઉલ્ટી કરવા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ગયો હતો ત્યારે તેની કાકીએ ચોકીદાર ફરિયાદ કરશે તેમ કહી તેને અટકાવ્યો હતો. પંજાબી અંદર આવ્યો પણ ફરી બાલ્કનીમાં ગયો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ બાલ્કનીની જાળી પર પગ રાખીને તેણે બૂમ પાડી કે તે પોતાનું જીવન સમાપ્ત કરશે અને પછી તે નીચે કૂદી ગયો હતો. તેના સંબંધીઓ હાજર હતા પરંતુ તેઓ વૃદ્ધ હોવાથી કંઇ પગલાં ભરે તે પહેલા જ પંજાબી નીચે કૂદી પડ્યો હતો.
દીપેશ પંજાબીના માતા-પિતા અને બહેન યુએસમાં રહે છે. સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી કે પંજાબીના માતા-પિતા તેની તબિયતને કારણે તેને ભારત આવવાની મંજૂરી આપવા તૈયાર ન હતા પરંતુ તે તેમની ઈચ્છા વિરુદ્ધ ભારત આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં સગાસંબંધીની સામે જ NRIએ સાતમા માળેથી લગાવી મોતની છલાંગ
RELATED ARTICLES