ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો!
આજે ૧૩મી નવેમ્બર રવિવાર ૨૦૨૨નો ૧૧મો મહિનો. તમને લાગશે કે આજે તો કોઇ તહેવાર નથી, પણ છે.
મિત્રો…આપણે ‘વસુધૈવ કુટુંબકમ’ માનીએ છીએ અને આજે ‘વિશ્ર્વ દયા’ દિવસ મનાવવામાં આવે છે.
જી હા. વર્લ્ડ કાઇન્ડનેસ ડે.
આ દિવસનો મુખ્ય ધ્યેય એ છે કે દરેક વ્યક્તિને સૌથી મહત્ત્વપૂર્ણ અને અનન્ય માનવ સિદ્ધાંતો પર પ્રતિબિંબિત કરવા અને તેનું પાલન કરવાની મંજૂરી આપવી. આ દિવસે દયાનાં નાનાં કાર્યોને પણ પ્રોત્સાહન આપીએ. અને સહાનુભૂતિની ભાવનાને જાગ્રત રાખે. યથાશક્તિ દરેક જીવને મદદ કરવી, પૈસો, પાન, પ્રેમ, પ્રતિષ્ઠા જે આપણે આપી શકીએ.
અને કાંઇ નહીં તો થોડો સમય અને હાસ્ય આપીને ચહેરો ચમકાવીએ તો
તો ઉત્તમ..
જીવન જ્યારે ખૂબ જ સિરિયસ
રસ્તા પર જવાનું શરૂ કરી દે ત્યારે
એમ સમજવું કે આપણા મનને હવે હળવાશની જરૂર છે. બધા પોતપોતાનાં કામો કરી રહ્યા છે. બધા કંઈકનું કંઈક વીણી પોતાના ભાગે કરી લઈને, પોતાના હાથમાં, પોતાના કબજામાં કરી લેવા માટે, પોતાની માલિકીની વસ્તુ બનાવી લેવા માટે, પોતાનો વિજય કરવા માટે એટલું બધું કરી નાખે છે કે હવે
ભગવાનને દયા આવી જાય છે. તેઓ કહે છે કે લે ભઈ લે કરી લે. જોઈ લે,
જીવી લે, શું થશે એ પછી મને કહેજે.
ઘણીવાર હું મંદિરમાં જતી હોઉં અને બહુ જ ભીડ હોય ત્યાં જોતી હોઉં છું
કે ભગવાનજી કંટાળી ગયા છે. ભગવાન ઘણીવાર કહેતા હોય છે કે નેહા એસકે મહેતા હું પણ બહુ જ કંટાળી જાઉં છું. આ સ્માઈલ આપી આપીને. હવે આ શ્રદ્ધાળુને કહો કે થોડી પોતાની મનની વિડંબણાને મનમાંથી કાઢી નાખે. કાંઈ પહાડ તૂટી નથી જવાનો. મગજ થાકી જશે. હાહાહા આપણા વિચારોની ગતિ વધી જાય છે અને આપણને એમ લાગે છે કે બહુ લોચા છે. એવું હોતું નથી. એવામાં મનને વધારે હેરાન કરવા કરતાં આપણે મનને શાંતિ આપવી જોઈએ.
અને મનને શાંતિ એક જ વસ્તુ આપી શકે. માનો માથે ફરતો હાથ. પિતાજીની એક દ્રષ્ટિ અને પીઠ ઉપર થપ્પો. ભાઈબહેનોના બેચાર ટાઇટ મજાના હગ. નાના ભાઈ બહેનોના એક બે પંચ મારીને ઢીશુમ ઢીશુમ અને પછી હાસ્ય. તમારી પાસે અત્યારે ભગવાને આપેલા ભાઈ ભાંડુઓ, માતા-પિતા, વડીલો, કુકુ, બિલ્લુ બધા જ છે. તો હું તમને અત્યારે આજુબાજુથી વીણેલા પણ ચાળી તમને પીરસવા લાયક અમુક હાસ્યસ્પદ કિસ્સાઓ અને શબ્દો તમારા સુધી વહેતા મૂકું છું.
જીવનને આગળ વધારવા માટે આપણે હસવું અને મનથી મુક્ત થવું જરૂરી છે. માટે આજનો આપણો રવિવાર ઓપન માઈન્ડ સાથે આપણે હસીએ અને
માનસિક તાણમાંથી મુક્ત થઈએ…
આ એક વ્યાયામ છે. હાસ્ય વ્યાયામ.
(હું હેલ્થ એન્ડ હેપ્પીનેસ પર અભ્યાસ કરી રહી છું એમાંથી શીખી) ચાલો મારી સાથે હસો. ખાલી ખાલી.
૧ વાર. હાહાહા… ૨જી વાર હાહાહા…
૩જી વાર હાહાહા… ૪થી વાર હાહાહા…૫મી વાર હાહાહાહાઆ… ૫મી વારે તો હસવું આવી જ જશે. થોડું મનમાં પણ હોઠ હસી તો પડશે. તો ચાલો આજે ખાલી હસીએ..
-વધારો ઘટાડો:
મહાદેવના ઉપવાસ કરી વજન ઘટાડીએ
પછી…..
ગણપતિ દાદાના મોદક અને લાડુ ખાઈને
પાછું વજન વધી જાય
પછી…..
માતાજીના ગરબા ઘૂમીને પાછું સરખુ કરી દેવાનું!
પછી…
દિવાળીની મીઠાઈ ખાઈને પાછું એનું એજ.. હાહાહા.
-લે નવું આવ્યું!
મત આપનાર પરિવારમાં છોકરીવાળાએ સગાઇની ના પાડી. કહ્યું ૨૦૦ યુનિટ બિલ ભરવાની ત્રેવડ નો હોય ત્યાં દીકરી થોડી દેવાય? મહેનત એ જ મહાન.
– પતિ: એ દિવસે અમારો ઝગડો ચરમસીમા એ હતો…અચાનક પાડોશણ આવી, મારો હાથ પકડીને બોલી:
દીદી, હું એમને લઇ જાવ છું. ભાવતું ભોજન કરાવી ૨/૩ કલાક આરામ કરાવી ને મોકલીશ .
ત્યાં સુધી તમે પણ શાંત થઈ જાવ અને ફ્રેશ થઈ જાવ.
આજે આ વાત ને પૂરા ૯ વર્ષ થઈ ગયાં ,
હું પત્નીને ઝગડો કરવા ઉશ્કેરું છું. પણ તે હવે ઝગડો કરવા તૈયાર જ થતી નથી. હાહાહા.
– મને ઘણા મિત્રોએ પૂછ્યું,..
ભાઇ! તમે ચુનાવ કેમ નથી લડતા?
મે કહ્યું, એકવાર જેનો ચુનાવ કર્યો છે એની સામે લડવામાંથી ફુરસદ નથી મળતી. બીજા સાથે ક્યાં લડવા જાઉં. હાહાહા.
– અમિતાભજીએ ભૂરાને એક કરોડનો પ્રશ્ર્ન પૂછયો:
સ્ત્રીના પગ દબાવવા તે ફરજ છે કે પ્રેમ?
ભૂરો: “જો તમે જયાજીના પગ દબાવો તો તે ફરજ અને રેખાજીના દબાવો તો તે પ્રેમ.
અમિતાભજીએ ભૂરાને સીધો કરોડનો જ ચેક આપી દીધો. હાહાહા.
– ટીચર: બોલો. સંસાર કા સબસે પુરાના જીવ કૌનસા હૈ?
સ્ટુડન્ટ :. ઝેબ્રા
ટીચર : વો. કૈસે?
સ્ટુડન્ટ:. વો. બ્લેક એન્ડ વ્હાઇટ હૈ ને. હેહેહે…
– રાહુલ: વેલ્ડિંગ ઍન્ડ વેડિંગ મે ક્યા
ફરક હૈ?
પપ્પુ : વેલ્ડિંગ મે પહેલે ચિંગારી હોતી હૈ. ઔર બાદમેં ગઠબંધન હોતા હૈ.
ઔર વેડિંગમે પહેલે ગઠબંધન હોતા હૈ. ઔર ફીર ચિંગારી હી ચિંગારી હોતી હૈ.હાહાહા..
– પરણેલાઓને સમર્પિત;
મારા એક મિત્રએ મને કહ્યું કે, છેલ્લા
૨૩ વર્ષથી, મારી પત્ની ટૂથપેસ્ટ પરની કેપ બંધ ન કરવાની ફરિયાદ કરી રહી છે.
તેથી આ એનિવર્સરીએ મેં આ ખરાબ આદતને બદલવા અને મારી પત્નીને ખુશ કરવાનો નિર્ણય કર્યો હતો. એક મહિના સુધી હું હંમેશાં ધ્યાન રાખીને ટૂથપેસ્ટની કેપ બંધ કરતો હતો. હું અપેક્ષા રાખતો હતો કે મારી પત્ની મારો આભાર માને, પરંતુ તેણે ક્યારેય તે કર્યું નહીં.
છેવટે, ગઈકાલે રાત્રિભોજન કરતી વખતે મેં રસોઇના વખાણ કર્યા, ત્યારે તેણીએ ફરીને મારી તરફ જોયું અને કહ્યું,
“તમે દાંત સાફ કરવાનું કેમ બંધ કર્યું છે? હાહાહા…
-પત્નીને સમજવી, સમજાવવી
તેમ જ ખુશ કરવી ખૂબ મુશ્કેલ છે.
ભલભલા માણસની ભૂખ મરી જાય છે. જ્યારે તેમની પત્ની એમ કહે કે તમે જમી લો, પછી મારે થોડી વાત કરવી છે. હાહાહા.
– ગણિતનો પ્રમેય:
પ્રશ્ર્ન: ખાંડ ગળી હોવા છતાં આપણી દુશ્મન કેમ છે?
જવાબ : પક્ષ- ખાંડ ગળી છે.
સાધ્ય- ખાંડ આપણી દુશ્મન છે.
સાબિતી : ખાંડને હિન્દીમાં ચીની, કહે છે. અને ખાંડથી બનેલી ચાસણીને હિન્દીમાં પાક કહે છે…
ચીન અને પાક આપણા દુશ્મન છે.
તેથી ખાંડ આપણી દુશ્મન છે.
પ્રમેય સાબિત હાહાહા…
– ઘરમાં એક જ સફરજન હતું
અને એ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યા હતા…
ત્યાં મમ્મીએ આવીને કીધું
જે મારું બધું કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે એને જ આ સફરજન મળશે.
આ સાંભળી નાનકો બોલ્યો હાલો બહાર રમવા..આ સફરજન તો પપ્પાને જ મળશે. હાહાહા
– આપણા પોપટલાલને કોઇકે કહ્યું કે ઝાડની નીચે બેસો તમને શીતલ છાયા મળશે.
પોપટલાલ ૩ દિવસ સુધી બેસી રહ્યા.
ના શીતલ આવી ના છાયા. હાહાહા
– મુદ્દતોના ઇન્તજાર પછી હિમ્મત
કરીને મેં પાડોશમાં રહેતી છોકરીને કહ્યું કે મુઝે આપ પસંદ હે. એ નાસમઝે કહ્યું, મુઝે ભાજપા. હાહાહા.
બ્લડ બઁકમાં ગુજરાતી :
ગુજુ : સિસ્ટર, એક બોટલ બ્લડ આપશો?
સિસ્ટર : વિચ ગ્રૂપ?
ગુજુ : કોઇ પણ ચાલશે..
સિસ્ટર : એ બાઘા, કોઇ પણ ના ચાલે!
ગુજુ : એ બેન, કોઇ પણ ચાલશે. ગર્લ ફ્રેન્ડને લેટર લખવો છે. ગુજરાતી છું. મને જીવ બચાવતા આવડે. હાહાહા.
– પડોશની નાની છોકરી શેરીમાં
દોડાદોડી કરીને રમતી હતી.
મારી નજર એણે કાંડા પર પહેરેલા ‘રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર’ પર પડી.
મેં હસીને પૂછ્યું: અરે, તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે!
ડાહી દીકરીએ જવાબ આપ્યો:
આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે એ મને પહેરાવી દે, સાંજે પપ્પા આવશે એટલે બતાવશે કે પોતે આજના કેટલા સ્ટેપ્સ ચાલી !
તારી મમ્મી કયાં છે?
એ પાણીપુરી ખાવા ગઈ છે,
એક્ટિવા લઈને…હાહાહા.
મિત્રો તમે મને ખૂબ પ્રેમ આપો છો
મારી ગ્રીન ટી અને હોમ એમેડી માટે એટલે ‘ચા’ ઉપર એક હાસ્ય રચના.
ચા, દાળ અને પત્ની.
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું એક સામ્ય છે….
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે….
ઊકળવું એ જ એમનો સ્વભાવ…. ઊકળે નહિ ત્યાં સુધી જંપેય નહિ.
પરફોર્મન્સ જન આપે .
ઊકળે તો જ પર્સાનાલિટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો સાહેબ.
– ચા ઊકળે એટલે લાલ થાય ,
– દાળ ઊકળે એટલે પીળી થાય ,
– પત્ની ઊકળે એટલે લાલ-પીળી બંન્ને થાય…હાહા
– એક સવાર સુધારે ,
– બીજી દિવસ સુધારે ,
– ત્રીજી ભવ સુધારે.
– ચાની ચૂસકી,
– દાળનો સબડકો અને
– પત્નીનો ફૈડકો…
– આ ત્રણેનું કોમ્બિનેશન તો જુઓ સાહેબ, સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં. અનુભવીને જ સમજાય. હાહાહા…
– પાણીમાં પડેલા તેલના ટીપાને
સંપર્ક કહેવાય! (તેલ પાણી પર તર્યું) જ્યારે..
પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય, (દૂધ પાણીમાં ભળ્યું)
તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય..
હવે મિત્રો કાલ સોમવાર તા ૧૪ નવેમ્બર વિશ્ર્વ વિખ્યાત બાળ દિવસ. ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેશન, ચાચા નહેરુ જયંતી, જેઓ આપણા સ્વતત્ર ભારતના પહેલા વડા પ્રધાન હતા. અને ખાસ મને ગમતા આપણા અબ્દુલ કલામ સાહેબના
કામને બિરદાવાતો દિવસ. આ દિવસે લોકોને બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃત કરવામાં આવે છે. આ દિવસનો હેતુ આપણાં અબ્દુલ કલામ સાહેબના શિક્ષણક્ષેત્ર અને વિદ્યાર્થીઓ માટેના યોગદાનને ઓળખવાનો દિવસ પણ છે. ખૂબ બધા બાળકોને ગમે એવા કાર્યક્રમ થશે કાલે.
સાથે ૧૪મી નવેમ્બરને વિશ્ર્વ ડાયાબિટીસ દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
આ દિવસનો પ્રાથમિક ધ્યેય ડાયાબિટીસ રોગની અસર, તેના નિવારણ અને ડાયાબિટીસ શિક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. ખાલી ખાંડ ન ખાવાથી ડાયાબિટીસ નથી મટતો. ઘણી કાળજી લેવી પડે છે. ઘણી ચરી પાળવી પડે છે. માટે ડૉક્ટરોને સહાયકોને તથા કુદરતને મારી પ્રાર્થના કે દરેકને સારી કાળજી મળે. શક્ય હોય તેટલા રોગો જડ મૂળમાંથી નેસ્તનાબૂદ થાય. માનવજીવન સ્વસ્થ અને સુખી થાય.
વાચકમિત્રો હવે મન પ્રસન્ન રાખજો. તબિયતનું ધ્યાન રાખજો. મે શરૂ કર્યુ છે માટે કહું છું. થોડીક વ્યાયામની ટેવ પાડો. આપણાં હાડકાને મુવમેન્ટ મળવી જરૂરી છે. મોબાઈલના કારણે જીવન બેઠાડુ થતું જાય છે. અને શિયાળો આવી ગયો છે. તાજા શાકભાજી લાવવા માંડીને જુવાર બાજરી મક્કાઇ સાથે ખાવા માંડો. ગાજર અને બીટ ખૂબ ખાવ ને ખવડાવો. ઘરમાં તેલ માલીશ કરવાનું શરૂ કરી દેજો. શરીરને પણ સારું લાગશે અને તમને પણ ગમશે.