Homeટોપ ન્યૂઝએલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો! બ્લૂ ટિક માટે આપવો પડશે ચાર્જ

એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો! બ્લૂ ટિક માટે આપવો પડશે ચાર્જ

છેલ્લાં ઘણા સમયથી ટ્વિટર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એપ્રિલમાં એલન મસ્કે ટ્વિટર ટેકઓવરને લઈને ચાલી રહેલી ડીલ 27 ઓક્ટોબરે ફાઈનલ થઈ હતી. મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ પોલિસીમાં ઘણા ફેરફાર સામે આવ્યા છે અને કેટલાક ફેરફાર પ્રોસેસમાં છે, જેનો સંકેત મસ્ક પોતે આપી ચૂક્યા છે. થોડા સમય પહેલા એલન મસ્કે જાણકારી આપી હતી કે ટ્વિટર પર વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણપણે બદલાશે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર ટ્વિટર પર હવે બ્લૂ ટિક માટે યુઝર્સ પાસેથી ચાર્જ લેવામાં આવશે. એલન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટર પર ‘Pay for Play’ વેરિફિકેશનની સિસ્ટમની શરૂઆત થશે. આ સિસ્ટમ શરૂ થયા બાદ યુઝર્સને વેરિફિકેશન બ્લૂ ટિક માટે દર મહિને 20 ડોલર એટલે કે 1,646 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. એટલું જ નહીં ટ્વિટર બ્લૂનો મંથલી સબ્સ્ક્રિપ્શન પ્લાન પણ પહેલા કરતાં મોંઘો થશે. આ સાથે ઘણા નવા એડિશનલ ફિચર્સ પણ આવશે. હાલમાં સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત 4.99 ડોલર એટલે કે 410 રૂપિયા છે.

RELATED ARTICLES

Most Popular