2024માં થનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપ સાથે વિપક્ષી દળોએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપે તેમનો સામનો મોદી સરકારના કાર્યકાળમાં થયેલા કામોની જાણકારી આપી કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભાજપે આ યોજના સાથે આખા દેશમાં એક સાથે આગળ વધવાની તૈયારી કરી છે.
આ કાર્યક્રમ અંતર્ગત ભાજપની મહિલા પાંખ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની મહિલા લાભાર્થીઓનો સંપર્ક કરવા માટે સોમવારથી દેશભરમાં એક અભિયાન શરુ કરશે. જેનો ઉદ્દેશ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચવાનો, તેમને ભાજપ સાથે જોડવાનો અને એક વર્ષમાં આવા લાભાર્થીઓ સાથે એક કરોડ સેલ્ફી લેવાનો છે.
એક વેબ પોર્ટલમાંથી મળતી માહિચી મુજબ ભાજપના મહિલા મોર્ચાના રાષ્ટ્રિય પ્રમૂખ વનાથી શ્રીનિવાસને જણાવ્યું કે, ‘પાર્ટીની મહિલા પાંખ માર્ચ મહિનામાં સ્વર્ગીય ભાજપા નેતા સુષ્મા સ્વરાજજી ના નામે એક પુરસ્કાર સમારોહ પણ શરુ કરશે. જે અતંર્ગત દરેક જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી 10 મહિલાઓને સન્માન્નિત કરવામાં આવશે.’ તેમણે ઉમેર્યુ કે સ્લેફી લેવાની કવાયત વધુમાં વલધુ મહિલાઓને પક્ષ સાથે જોડવાનો એક પ્રયાસ છે.
પક્ષના મહિલા પાંખના સભ્યો દરેક જિલ્લામાં મહિલા મતદારોને મળશે અને તેમને આવસથી લઇને રસોઇ ગેસ, શૌચાલયથી માંડિને બેન્કમાં એકાઉન્ટ ખોલવા સુધીની વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપશે. આમાંથી કોઇ પણ મહિલાએ કોઇ પણ યોજનાનો લાભ લીધો હશે તો પક્ષની કાર્યકર્તા એ મહિલા સાથે સેલ્ફી લેવાનો અનુરોધ કરશે.