આજકાલ કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા વિના રહી શકે એ વાત એટલું જ અશક્ય છે જેટલું ઓક્સિજન વિના જીવવું. એમાં પણ વોટ્સએપ એ એક એવું માધ્યમ છે કે જેનો ઉપયોગ આબાલ-વૃદ્ધ તમામ છુટથી કરે છે.
આજે અમે તમને અહીં એક એવી ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે એક જ વોટ્સએપ એકાઉન્ટ બે અલગ અલગ ડિવાઈસ પર ચલાવી શકશો. આ માટે તમારે એટલું જ કરવું પડશે કે વોટ્સએપ પર કમ્પેનિયન મોડ યુઝ કરવું પડશે. જેની મદદથી યુઝર એક જ એકાઉન્ટ મલ્ટિપલ ડિવાઈસ પર વાપરી શકશે. આ માટે તમારે બંને મોબાઈલ પર વોટ્સએપનું BETA વર્ઝન ઈન્સ્ટોલ કરવું પડશે અને સાઈન અપ કરી લો. લોગ ઈન કરીને બીજા ડિવાઈસ પર ટર્મ્સ એન્ડ કંડિશન્સ એક્સેપ્ટ કરીને જમણી બાજુએ ખુણામાં ઉપર દેખાઈ રહેલાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. અહીં તમને કમ્પેનિયન મોડમાં લિંક ડિવાઈસનો ઓપ્શન મળશે. જેના પર ક્લિક કરશો એટલે એક ક્યુઆર કોડ જનરેટ થશે.
હવે બીજા ડિવાઈસમાં લિંક્ડ ડિવાઈસના ઓપ્શનમાં જઈને ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે. તમે જેવો આ કોડ સ્કેન કરશો એટલે બસ તમારું કામ થઈ ગયું. તમે બે અલગ અલગ ડિવાઈસ પર એક જ એકાઉન્ટનું વોટ્સએપ યુઝ કરી શકશો.