Homeઆમચી મુંબઈપાકિસ્તાની પીચ પર જાવેદ અખ્તરની જોરદાર ફટકાબાજી, પંગા ક્વિન પણ ખુશ થઇ...

પાકિસ્તાની પીચ પર જાવેદ અખ્તરની જોરદાર ફટકાબાજી, પંગા ક્વિન પણ ખુશ થઇ ગઇ…

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે પાકિસ્તાનના લાહોરમાં જઈને જોરદાર ફટકાબાજી કરી છે, જેની પ્રશંસા કરતા પંગા ક્વિન કંગના પણ પોતાની જાતને રોકી શકી નથી અને તેણે ટ્વિટ કર્યું છે કે, ‘ઘર મેં ઘૂસ કે મારા.’ લાહોરમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલા જાવેદ અખ્તરે પાકિસ્તાનીઓને અરીસો બતાવ્યો છે. જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાવેદ અખ્તરે પાકિસ્તાનીઓને એક કડવું સત્ય કહ્યું છે.

લાહોરમાં યોજાયેલા ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા જાણીતા ગીતકાર, લેખક જાવેદ અખ્તર પાકિસ્તાન ગયા છે. અખ્તરે રવિવારે પ્રખ્યાત ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં લાહોરમાં યોજાયેલા સાતમા ફૈઝ ફેસ્ટિવલમાં હાજરી આપતાં આ ટિપ્પણી કરી હતી.

ભારતીય સંવાદ લેખકે જે રીતે પાકિસ્તાનીઓને સંભળાવ્યા તેની પ્રશંસા થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે બોમ્બેના લોકો છીએ. અમે જોયું કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરો નોર્વેથી આવ્યા ન હતા, ન તો તેઓ ઇજિપ્તથી આવ્યા હતા. તે લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. જાવેદે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જ્યારે ભારત 2008ના હત્યાકાંડ વિશે વાત કરે છે ત્યારે પાકિસ્તાનીઓએ નારાજ થવું જોઈએ નહીં.

પાકિસ્તાનમાં આપવામાં આવેલા જાવેદ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. લોકોએ ગીતકારના નિવેદનના વખાણ કર્યા છે. ખાસ કરીને ભારતના લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. જાવેદ અખ્તરે ભારત અને પાકિસ્તાનમાં યોજાનાર કાર્યક્રમો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારી પાસે નુસરત માટે મોટા ફંક્શન હતા, મહેંદી હસન માટે મોટા ફંક્શન હતા… પણ તમારા દેશમાં લતા મંગેશકર માટે કોઈ ફંક્શન નહોતું. આના પર પાકિસ્તાનીઓ પણ તાળીઓ પાડવાથી પોતાને રોકી શક્યા નહોતા.

26 નવેમ્બર, 2008 ના રોજ, હાફિઝ સઈદની આગેવાની હેઠળના લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઇ આવ્યા હતા અને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા. મુંબઈમાં 60 કલાકની ઘેરાબંધી દરમિયાન અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની વ્યાપક વૈશ્વિક નિંદા થઈ હતી.

ભારતીય સુરક્ષા દળોએ નવ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અજમલ કસાબ એકમાત્ર આતંકવાદી હતો જે જીવતો પકડાયો હતો. ચાર વર્ષ બાદ 21 નવેમ્બર 2012ના રોજ તેને ફાંસી આપવામાં આવી હતી. ભારતે વારંવાર કહ્યું છે કે 26/11ના હુમલાના મુખ્ય કાવતરાખોરો પાકિસ્તાનમાં સુરક્ષિત ઘુમી રહ્યા છે અને સજા પામ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular