વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુ-ટ્યુબના લીડરશીપમાં ગુરૂવારે મોડી સાંજે મહત્વનો ફેરફાર થયો હતો. યુ-ટ્યુબના સીઈઓ Susan Wojcickiએ વર્ષો સુધી સીઈઓ રહ્યા બાદ ગઇકાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેમની જગ્યાએ આ પદ માટે ભારતીય મૂળના નીલ મોહનની નિમણૂંક કરવામાં આવી છે. નીલ મોહન હાલમાં યુ-ટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. Susan Wojcickiએ એક પત્ર લખીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. આ પત્રમાં તેમણે કહ્યું કે તે પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તે પોતાના પરિવાર, હેલ્થ અને પર્સનલ પ્રોજેક્ટને લઈને કંઇક નવું કામ કરશે.
છેલ્લા 9 વર્ષથી આલ્ફાબેટના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુ-ટ્યુબમાં તેમ કામ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે સુસાન વોઝિકી યુ-ટ્યુબની પેરેન્ટ કંપની ગુગલની સાથે એકદમ શરૂઆતના દિવસોથી જોડાયેલા છે. તેઓ આ કંપની સાથે ત્યારથી જોડાયેલા છે કે જ્યારે ગુગલના બે ફાઉન્ડર કેલિફોર્નિયાના એક ગેરેજમાં સર્ચ એન્જિન બનાવવા માટે કામ કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ ગૂગલના 16મા સ્ટાફ બન્યા અને કંપનીમાં 25 વર્ષથી જોડાયેલા હતા.
નીલ મોહનને શુભેચ્છા આપતાં સુસાન વોઝિકીએ કહ્યું કે અમે શોર્ટ્સ, સ્ટ્રીમિંગ અને સબસ્ક્રિપ્શનમાં જે કરી રહ્યા છીએ તે શાનદાર છે. નીલ આ પદ માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે.
દરમિયાન ગૂગલ પર લોકો નીલ મોહન કોણ છે એ વિશે સર્ચ કરી રહ્યા છે.
સુસાને આગળ તેની પોસ્ટમાં કહ્યું હતું કે નીલ મોહન એક બેસ્ટ લીડર છે અને તે આ વાત વધારે સારી રીતે સમજે છે કે આ પ્લેટફોર્મને હજુ વધુ સારું ભવિષ્ય જોઈએ છે. સુસાને કહ્યું કે તે તેના ટ્રાન્જિશન પીરિયડને કંપનીમાં ચાલુ રહેવા દેશે. અને નીલ મોહનને મદદ કરતી રહેશે. સુસાન હાલમાં ગૂગલ અને આલ્ફાબેટમાં સલાહકાર તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે તેમને આજે પણ યુ-ટ્યુબને લઈને તેટલો જ વિશ્વાસ છે જેટલો 9 વર્ષ પહેલાં હતો. યુ-ટ્યુબના સારા દિવસો હવે આવવાના છે.