Homeટોપ ન્યૂઝહવે આ ભારતીય ક્રિકેટર કરશે લગ્ન

હવે આ ભારતીય ક્રિકેટર કરશે લગ્ન

ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. ગયા વર્ષે તેણે મિતાલી પારુલકર સાથે સગાઇ કરી હતી.મળતી માહિતી મુજબ આ કપલ આવતા વર્ષે 27 ફેબ્રુઆરીએ લગ્ન બંધનમાં બંધાવા જઇ રહ્યું છે. આ સમાચારની પુષ્ટિ દુલ્હન દ્વારા કરવામાં આવી હતી.શાર્દુલ ઠાકુરની મંગેતર મિતાલી પારુલકર થાણેમાં ઓલ ધ બેક્સ તરીકે ઓળખાતી સ્ટાર્ટ-અપ કંપની ચલાવે છે.
હાલમાં શાર્દુલ ઠાકુરનું શેડ્યુલ ઘણું જ બીઝી છે. તે 24 ફેબ્રુઆરી સુધી ક્રિકેટમાં બિઝી રહેશે અને ત્યાર બાદ જ લગ્નના ફંક્શનમાં જોડાઇ શકશે. આથી લગ્ન સમારંભ વગેરેનો બધો ચાર્જ તેમની મંગેતરે સંભાળી લીધો છે. લગ્ન સ્થળ માટે મુંબઇની બહાર કરજતની પસંદગી કરવામાં આવી છે. લગ્નમાં લગભગ 200 થી 250 મહેમાનો હાજરી આપશે.
શાર્દુલ ઠાકુર અને તેની મંગેતર પહેલા ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છતા હતા, પરંતુ મહેમાનો વધારે હોવાથી કરજતની પસંદગી કરવામાં આવી હોવાની મિતાલીએ માહિતી આપી હતી.
કપલ તેમના વેડિંગ મહારાષ્ટ્રીયન શૈલીમાં થોડા ટ્વિસ્ટ સાથે કરશે. વેડીંગ ડ્રેસ માટે ડિઝાઇનર્સ હજી નક્કી કરવાના બાકી છે. વેડીંગ કેક તો મિતાલી પોતે બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular