આ અભિનેત્રીએ હવે ન્યૂડ ફોટો શેર કર્યો

ફિલ્મી ફંડા

થોડા દિવસો પહેલા પોર્નોગ્રાફિક રેકેટથી ચર્ચામાં આવેલી બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ ગેહના વશિષ્ઠે બાથરૂમમાંથી પોતાનો એક ન્યૂડ વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ગેહાના વશિષ્ઠનું નામ જોડાયું હતું.

વીડિયો શેર કરતા તેણે લખ્યું કે હું ખુશીથી આ વીડિયો રણવીર સિંહને સમર્પિત કરું છું. નોંધનીય છે કે રણવીર સિંહે હાલમાં જ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. ત્યાર બાદ અનેક અભિનેતા- અભિનેત્રીએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા છે. ન્યુડ ફોટોશૂટ અંગે રણવીર સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં ન્યૂડ વીડિયો શેર કર્યા બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. વીડિયોમાં તે કપડા વગર બાથરૂમમાં પડદાથી પોતાને છુપાવતી જોવા મળે છે. ખુલ્લા વાળ, ગુલાબી લિપસ્ટિક અને ગ્લોઇંગ મેકઅપમાં ગેહના ગ્લેમરસ લાગી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.