વિશ્વભરની ઘણી ટેક કંપનીઓમાંથી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હોવાના અહેવાલો રોજ સમાચારમાં ચમકે છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓએ તાજેતરમાં હજારો કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. છટણીનો તબક્કો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે પે-પાલ અને હબસ્પોટે છટણીની જાહેરાત કરી છે, જ્યારે ઇન્ટેલે પગારમાં કાપની જાહેરાત કરી છે.
વૈશ્વિક સેમિકન્ડક્ટર નિર્માતા Intelએ CEO સહિત મેનેજમેન્ટ અને વરિષ્ઠ સ્ટાફના પગારમાં કાપની જાહેરાત કરી છે. ઇન્ટેલે જણાવ્યું હતું કે ટેક કંપની સીઇઓ પેટ ગેલસિંગરના પગારમાં પણ 25 ટકાનો ઘટાડો કરવાની યોજના ધરાવે છે. એક્ઝિક્યુટિવ લીડરશિપ ટીમના પગારમાં 15 ટકાનો ઘટાડો થશે. સિનિયર મેનેજરના પગારમાં 10 ટકા અને મિડ-લેવલ મેનેજરના પગારમાં 5 ટકાનો ઘટાડો થશે.
સોફ્ટવેર કંપની હબસ્પોટે હવે વૈશ્વિક સ્તરે તેના 7 ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે લગભગ 500 લોકો તેમની નોકરી ગુમાવશે. કંપનીના CEO યામિની રંગને લખ્યું, “અમારે હબસ્પોટના ઈતિહાસમાં સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક લેવા પડ્યા છે. અમે અમારી ટીમનું કદ 7 ટકા ઘટાડવાનું નક્કી કર્યું છે અને લગભગ 500 હબસ્પોટ કર્મચારીઓને અલવિદા કહીશું. આ પગલું ભરવા બદલ હું દિલગીર છું.
ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન પેમેન્ટ ઈન્ટરફેસ પેપાલ હોલ્ડિંગ્સે જણાવ્યું હતું કે તે તેના કર્મચારીઓની સંખ્યામાં 7 ટકાનો ઘટાડો કરશે, એટલે કે કંપનીમાંથી લગભગ 2000 કર્મચારીની છટણી કરવામાં આવશે.