મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવે અને ડિવિઝન સિવાય પીવાના પાણી માટે ખાસ કરીને રેલ નીર પર નિભર્રતા રાખવામાં આવી રહી છે, પરંતુ પીક સિઝનમાં પાણીની તંગી પડે છે, જ્યારે કાળા બજાર થવાની શક્યતા રહેતી હોવાથી મધ્ય રેલવેએ વધુ નવ બ્રાન્ડને મંજૂરી આપી છે.
ઉનાળાના સમયગાળા દરમિયાન ખાસ કરીને પીવાના પાણીની વધતી જતી માંગને પહોંચી વળવા મધ્ય રેલવેએ સક્રિય પગલાં લેવાનો નિર્ણય લીધો હતો. હાલના તબક્કે આઈઆરસીટીસી (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)ના રેલનીર સિવાય પેકેજ્ડ વોટર નવ બ્રાન્ડને મંજૂરી આપી છે. નવ બ્રાન્ડને મંજૂરી આપવાનો ઉદ્દેશ પ્રવાસીઓને પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. બ્રાન્ડ્સે સક્ષમ સત્તાવાળાઓ દ્વારા ઘણી તપાસ અને પ્રમાણપત્રોમાંથી પસાર થયા છે અને તેમને રેલ્વે સ્ટેશનો, ટ્રેનો અને તમામ રેલ પરિસરમાં સ્ટોક અને વેચાણ કરવાની મંજૂરી આપી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં અંબરનાથ સ્થિત આઈઆરસીટીસીના રેલનીર પ્લાન્ટમાં રોજના બે લાખ બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ સિઝનમાં ડિમાન્ડ વધારે રહેવાથી મુંબઈ ડિવિઝન બહાર પણ બોટલ પૂરી પાડવામાં આવે છે. હાલના તબક્કે નવી બ્રાન્ડને મંજૂરી આપવાને કારણે અમને કોઈ હરિફાઈનો સામનો કરવાની નોબત આવી શકે એમ નથી, કારણ કે અમે નિર્ધારિત સ્ટોલ અને ડિવિઝનલ/ટ્રેનોમાં સ્ટોક પૂરો પાડીશું, એમ આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું હતું.
વેચાણ માટે અધિકૃત નવ વધારાની બ્રાન્ડ્સમાં ઓક્સીમોર એક્વા, રોકોકો, હેલ્થ પ્લસ, ગેલન્સ, નિમ્બસ, ઓક્સી બ્લુ, સન રિચ, એલ્વિશ અને ઇયોનિટાનો સમાવેશ થાય છે. રેલનીરની અછતની સ્થિતિમાં, સ્ટેશન સ્ટોલ ઓપરેટરો, પેન્ટ્રી કાર મેનેજર અને અધિકૃત વિક્રેતાઓને પેક્ડ પીવાના પાણીની આ વૈકલ્પિક બ્રાન્ડ વેચવા માટે સત્તા આપવામાં આવશે. રેલનીરની અછતની સ્થિતિમાં, સ્ટેશન સ્ટોલ ઓપરેટરો, પેન્ટ્રી કાર મેનેજર અને અધિકૃત વિક્રેતાઓને પેક્ડ પીવાના પાણીની આ વૈકલ્પિક બ્રાન્ડ વેચવા માટે સત્તા આપીશું, એમ અધિકારીએ જણાવ્યું હતું.