ગોળીબારમાં ત્રણને ઈજા, અડધો ડઝનને વાહનને આગ ચાંપી
નાલંદાઃ બિહારના નાલંદા જિલ્લામાં લહેરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગગનદીવાન મહોલ્લા નજીક શુક્રવારે રામ નવમીની શોભાયાત્રા વખતે હિંસાનો માહોલ ઊભો થયો હતો. શોભાયાત્રા વખતે બે જૂથની વચ્ચે મારપીટ વચ્ચે જોરદાર હિંસા થઈ હતી. રામ નવમીની શોભાયાત્રામાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બે જૂથની વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ એ વાત હિંસામાં પરિણમી હતી. અસામાજિક તત્વો દ્વારા અડધો ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. શોભાયાત્રા વખતે અસામાજિક તત્ત્વો દ્વારા સરકારી અને પોલીસના વાહનોને આગ લગાવી હતી. ભીડે એક સરકારી બસને આગ લગાવી દીધી હતી. તંગદિલી ઊભી થયા પછી પોલીસ પ્રશાસન દ્વારા પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ પ્રશાસન દ્વારા મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવ્યા પછી પોલીસે 144 એક્ટ લાગુ પાડ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
રામનવમીની શોભાયાત્રા વખતે હિંસા થઈ હતી, જેમાં બે જૂથની વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ અમુક લોકોએ દુકાનોને આગ ચાંપી હતી. હિંસા પછી પોલીસે પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. નાલંદા પૂર્વે સાસારામ ગોલાબજાર, કાદિરગં, મુબારકગંજ, ચૌખંડી અને નવરત્ન બજારને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. બંને જૂથની વચ્ચે હિંસા થયા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા પછી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હજુ તનાવની સ્થિતિ છે, એમ એસપી વિનીતકુમારે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે ગુરુવારે રામ નવમી નિમિત્તે દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળમાં શોભાયાત્રા વખતે પથ્થરમારાના બનાવ સાથે વિવિધ શહેરમાં હિંસાની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેમાં શુક્રવારે ફરી હાવડામાં તોફાનો થયા હતા.