હાલમાં એસઆરકે તેની આગામી ફિલ્મ પઠાણ અને દુનિયાના સૌથી અમીર એક્ટરની લિસ્ટમાં સામેલ થયા બાદ એવી હરકત કરી દીધી છે કે જેને કારણે તે સોશિયલ મીડિયા અને તેમાં પણ ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
હાલમાં જ શાહરુખ ખાન એક ઈન્ટરનેશનલ ક્રિકેટ લીગની ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યો હતો અને તેણે તેના ફેન્સને વેવ કર્યું હતું. એ દરમિયાન ફેન્સનું ધ્યાન તેની ઘડિયાળ પર ગયું હતું અને બસ અહીંથી તેના ફોટા વાઈરલ થવાનું શરું થયા હતા. વાત જાણે એમ છે કે આ વખતે એસઆરકેએ Audemars Piguet નામની એક કંપનીની ઘડિયાળ પહેરી હતી.
મુળ મુદ્દો એ નથી કે કિંગખાન તેની ઘડિયાળને કારણે ટ્રેન્ડ કરી રહ્યો છે, તે ટ્રેન્ડ કરી રહ્યો છે તેની કિંમતને કારણે. આ ઘડિયાશની કિંત છે 4.47 કરોડ. આ ઘડિયાળ સિરામિક કેસમાં આવે છે અને તેમાં ગ્લેયર પ્રૂફ સફાયર ક્રિસ્ટલ લગાવવામાં આવેલા હોય છે અને તેની સાથે જ તેના સ્ક્રુ લોક પર ડાયમંડ હોય છે. આ ઘડિયાળને ખાસ સેલિબ્રિટી માટે જ ડિઝાઈન કરવામાં આવે છે અને તે ઓન ઓર્ડર જ બનાવવામાં આવે છે.
The brand #AudemarsPiguet watch which @iamsrk is wearing is worth rupees 4,74,47,984.00 😱😱
4Crore 74Laks 47Thounds Rupees. 😮 pic.twitter.com/lSgK8Ld5oO— Shahebaz (@Shahebaz4Srk) January 16, 2023
શાહરુખના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદથી લોકો તેના પર મજાકભરી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું હતું કે આ ઘડિયાળની 40મી કોપી ખરીદી લાવીશ હું સરોજિની માર્કેટથી 400 રુપિયામાં. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે ફિલ્મનો વીકએન્ડ કલેક્શન જ કિંગ ખાને પોતાના કાંડા પર પહેરી લીધો છે. ત્રીજા એક યુઝરે વળી આગળ વધીને એવું લખ્યું છે કે આ ઘડિયાળ સમય જણાવે છે બીજું કંઈક અલગ. શું આ ઘડિયાળ ભવિષ્યવાણી કરે છે?
કિંગખાન પોતાની મોંઘીદાટ ગાડીઓ અને એસેસરીઝ માટે ફેમસ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની પાસે 11 કરોડથી વધારાની કિંમતની ઘડિયાળનું કલેક્શન છે, જેમાં દુનિયાભરની મોંઘી બ્રાન્ડ્સની ઘડિયાળનો સમાવેશ થાય છે. શાહરુખની વેલ્થની વાત કરીએ હાલમાં થોડાક દિવસ પહેલાં જ તેને દુનિયાના સૌથી અમીર એક્ટર્સની યાદીમાં ચોથા નંબર પર રાખવામાં આવ્યો હતો અને આ બાબતમાં તો તેણે હોલીવૂડના એક્ટર બ્રાડ પીટને પણ પાછળ મૂકી દીધો હતો.