Homeટોપ ન્યૂઝલે હવે સંશોધકો કહે છે કે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી વજન ઘટતું નથી

લે હવે સંશોધકો કહે છે કે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી વજન ઘટતું નથી

વજન ઘટવા અને વધવાના મામલે રોજ અવનવા સંશોધનો થતા રહે છે. સોશિયલ મીડિયામાં આખો દિવસ વજન કઈ રીતે ઘટાડવું તેના થોકબંધ નુસખા આવતા હોય છે. હાલમાં જે ફેશનમાં છે તે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ વજન ઉતારવા માટેનો એક સારો ઉપાયો હોવાનું માનવામાં આવે છે. આખા દિવસનો ઉપવાસ રાખવો શક્ય ન હોય તો બાર કલાકનો એટલે કે રાત્રે નવથી સવારે નવ કે પછી સાંજે સાત વગ્યા પછી ન ખાવું ને સવારે ઉઠીને સીધું સાત વાગ્યા બાદ ખાવું, અથવા તો એક દિવસ ભરપેટ જમવું અને બીજા દિવસે ઉપવાસ રાખવો કે માત્ર પ્રવાહી લેવું વગેરેને.
ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે. બે ભોજનની વચ્ચે અંતર રાખવું અથવા તો ખાસ કરીને શારીરિક પ્રવૃત્તિઓ બંધ થઈ જાય તે પહેલા ખાઈ લેવું એટલે સૂતા પહેલા ત્રણેક કલાક પહેલા ખાવું ને તે બાદ બાર કલાક કંઈ ન ખાવું. ડાયટિશન્સ પણ આની સલાહ આપતા હોય છે ત્યારે હવે વેન્ડી એલ, બેનેટ નામના સંશોધકે છ વર્ષના સંશોધન બાદ તારણ કાઢ્યું છે કે બે ભોજન વચ્ચે અંતર રાખવા કરતા ઓછી કેલરીવાળું ભોજન કે પદાર્થ લેવા સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક છે અને વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. આ સંશોધનમાં પહેલા અને છેલ્લા ભોજનના સમય અને વજનમાં થતાં ફેરફાર પર ધ્યાન આપવામાં આવ્યું હતું. છ વષર્ના સંશોધન બાદ તેમણે એવું તારણ કાઢ્યું હતું કે બે ભોજન વચ્ચેના સમયના અંતર અને વજનમાં થતાં ફેરફારને કોઈ લેવા દેવા નથી. આના કરતા તેમણે એમ જણાવ્યું હતું કે ભોજન કે ખાદ્યપદાર્થો દ્વારા કુલ કેટલી કેલરી લેવાય છે, તે વજન વધવા કે ઘટવા સાથે સીધો સંબંધ ધરાવે છે. વજન જાળવી રાખવા કે સ્વસ્થ રહેવા માટે કેલરીની નિયમિત અને નિયંત્રિત માત્રા વધારે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular