57ને મંજૂરી વિના નિમણૂક પત્રો મળ્યા, હવે હાઈકોર્ટના આદેશથી નોકરી ગઇ
કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડના આરોપસર ગ્રૂપ ‘C’ની 842 નોકરીઓમાંથી 57ને રદ કરવાનો આદેશ આપ્યો હતો. SSC ભલામણ પત્ર વિના ‘ગ્રૂપ C’ માં 57 લોકો કામ કરી રહ્યા હતા આ વાતની માહિતી મળતા કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આ 57 લોકોની નોકરી રદ કરવાનો આદેશ જારી કર્યો હતો.
www.westbengalssc.com અથવા SSC એ કલકત્તા હાઈકોર્ટના આદેશ પછી બીજા દિવસે શનિવારે આ સંદર્ભે એક સૂચના જારી કરી હતી . અને 57 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટના આદેશ બાદ SSCએ 57 લોકોની નોકરીઓ રદ કરવા માટે એક સૂચના બહાર પાડી છે. આ 57 લોકો કોણ છે, તેમના નામ શું છે, તેમના રોલ નંબર શું છે? હવે તેઓ કઈ શાળામાં કામ કરે છે તેની માહિતી યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ 57 લોકો પાસે કમિશનનો ભલામણ પત્ર નથી, પરંતુ તેમની પાસે નિમણૂક પત્ર છે.
કોલકાતા હાઇ કોર્ટના આદેશ બાદ રાજકીય લાગવગ ધરાવતા અનેકની નોકરી ગઇ છે, જેને કારણે આવનારા દિવસોમાં ભારે વિવાદ થવાની શક્યતા છે.