અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ ખોટી રીતે ચર્ચામાં છે. એની બીજી પત્નીએ તેની પર ગંભીર આરોપ કર્યા છે. ત્યાર બાદ તેની આયાએ રડતા રડતા મીડિયા સમક્ષ ગંભીર આરોપો કર્યા હતા. હવે અભિનેતા પર તેની પત્ની આલિયાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આલિયાએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે રડી રહી છએ અને કહી રહી છે કે નવાઝે કોર્ટમાં બાળકોની કસ્ટડીને લઇને કેસ દાખલ કર્યો છે. નવાઝની માતા મારા બાળકોને નાજાયઝ કહે છે. આ લોકોને હું મારા બાળકોની કસ્ટડી નહીં આપું
ઘરેલુ વિવાદમાં ફસાયેલા અભિનેતાની મુસીબત એક પછી એક વધતી જઇ રહી છે. ઘરેલું વિવાદને કારણે તે તેના અભિનય તરફ પણ સંપૂર્ણપણે ધ્યાન આપી શકતો નથી. હાલમાં એની કોઇ ફિલ્મ પણ આવી રહી નથી. એના હાથમાં પણ ગણીગાંઠી ફિલ્મો છે.
બોલિવૂડના આ અભિનેતા પર લાગ્યો બળાત્કારનો ગંભીર આરોપ
RELATED ARTICLES