નાગપુર-દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં હવેથી અન્ય ટ્રેનોની જેમ ટિકિટ ભાડામાં ‘બેડરોલ’ ની સુવિધા મળશે. આ સુવિધા 25 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાને કારણે મુસાફરોને મોટી રાહત થશે.
નોંધનીય છે કે કોરોનાના સમયગાળા દરમિયાન રેલ્વે બોર્ડની સૂચનાઓ અનુસાર મધ્ય રેલવેના નાગપુર ડિવિઝને નાગપુરથી મુંબઈ દુરંતો એક્સપ્રેસમાં ચાદર, ગાદલા અને ધાબળા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપ્યો હતો. રેલવે દ્વારા એક વર્ષ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ હાથ ધરવામાં આવ્યું હતું, જેને કારણે આ ટ્રેનના મુસાફરોને આ વસ્તુઓ અઢીસો રૂપિયામાં ખરીદવી પડતી હતી. જેના કારણે મુસાફરોને ભારે અગવડતા પડી હતી. આ અંગે રેલવેને ઘણી ફરિયાદો મળી હતી. જોકે, કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવેલ આ પાયલોટ પ્રોજેક્ટ 24 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ ગયો હતો. તેથી રેલવે દ્વારા ફરીથી ટ્રેનના ભાડામાં આ સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે, અન્ય ટ્રેનોની જેમ, દુરન્તો એક્સપ્રેસ પણ ભાડાના ભાગરૂપે એર-કન્ડિશન્ડ કોચમાં ચાદર, ગાદલા અને ધાબળા મેળવી શકશે.