ઉત્તરાયણ નજીક આવતાં જ ગુજરાતના આકાશમાં પતંગો દેખાવા લાગ્યા છે. બીજી તરફ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને કારણે વાહન ચાલકોના ગળા કપાઇ રહ્યા છે. વડોદરા, સુરત અને અમદવાદમાં ચાઇનીઝ દોરીને કારણે મોતની ઘટનાઓ પણ બની ચુકી છે. ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે પોલીસ કાર્યવાહી તેજ કરી રહી છે ત્યારે હવે પોલીસ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓ પર પણ તવાઈ બોલાવી રહી છે. પોલીસે અમદાવાદમાં એક શખ્સની ધરપકડ કરી છે.
ચાઇનીઝ દોરી અંગે ગુજરાત હાઇકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે. જે બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ ચાઇનીઝ દોરી વેચનારાઓ પર છાપા મારી રહી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ પોલીસે અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ચાઇનીઝ દોરી એની પાસે ક્યાંથી આવી એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.
હવે ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનાર પર તવાઈ, અમદાવાદમાં એકની ધરપકડ
RELATED ARTICLES