ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે નક્કી કહી શકાય તેમ નથી, પરંતુ પોલીસ અલગ અલગ રીતે દારૂ વેચનારા બુટલેગર પર ત્રાટકતી રહે છે, પણ સ્ટેટ મોનિટરિંગ સેલે નવી જ રીત અપનાવી છે. હવે તેઓ દારૂ લેવા આવનારાઓને પણ પકડી તેના પર કાર્યવાહી ચલાવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દારૂના એક અડ્ડા પર પોલીસ ત્રાટકી હતી ત્યારે બુટલેગર સાથે ત્યાં દારૂ લેવા આવેલા ત્રણને પણ હીરાસતમાં લીધા હતા. આવી જ રીતે અમદાવાદના વાડજ વિસ્તારમાં ખેડા જિલ્લાના નડિયાદમાં પણ તેમણે દારૂ લેવા આવેલા લોકો પર પણ કાર્યવાહી કરી હતી અને તેમને પ્રોહિબિશન એક્ટ હેઠળ પકડ્યા હતા. જોકે જે વ્યક્તિ પાસે દારૂ ન હોય તેને એક્ટ હેઠળ કઈ રીતે પકડી શકાય તેવો સવાલ ઉઠી રહ્યો છે. અગાઉ 2022માં પોલીસે સુરતના એક ઘરમાં રેડ પાડી હતી અને 40 ગ્રાહકને પણ પકડ્યા હતા, જેઓ દારૂ ખરીદવા આવ્યા હતા. જોકે મોનિટરિંગ સેલના અધિકારીનું કહેવાનું છે કે કોઈ વ્યક્તિ જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં જોવા મળે તો તે દારૂ ખરીદવા જ આવ્યો હોય છે અને તેને એક્ટની 68 અને 81 ક્રમાંક હેઠળ ગુનો ગણવામાં આવે છે.
તો ધ્યાન રાખજો હાથમાં દારૂની બોટલ હોય કે નહીં, દારૂની ગેરકાયદે ચાલતી દુકાનો કે અડ્ડા આસપાસ દેખાતા તો ખેર નથી.
હવે દારૂની લાઈનમાં ઊભા દેખાયા તો પણ દંડશે પોલીસ
RELATED ARTICLES