હવે દુનિયાના દરવાજા પર હિન્દીની દસ્તક

વીક એન્ડ

પ્રાસંગિક -કલ્પના શાહ

બીજા વિશ્ર્વયુદ્ધ પછી ૧૦ જાન્યુઆરી, ૧૯૪૬માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની પહેલી બેઠક મળી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર પોતાના ઉદ્દેશોને ત્યાં સુધી મેળવી નહીં શકે, જ્યાં સુધી દુનિયાના અસંખ્ય લોકોને તેની જાણકારી નહીં મળે, પણ એ વિડંબના પણ છે કે દુનિયામાં આ સમયે જે ૨૪૦ દેશ છે, તેમાંથી ૧૯૫ દેશ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છે. જેમાં તાઈવાન અને વેટિકન શહેર પૂર્ણ સભ્ય નથી એટલે કે ૧૯૩ દેશ સંઘના સભ્ય છે. આ બધા દેશોને તેમની ભાષામાં સંઘ વિશે જણાવવા માટે તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી કે નથી તેમની પાસે જરૂરી બજેટ.
બીજા દેશોને તો મૂકો, વસતિની દૃષ્ટિએ દુનિયાના બીજા ક્રમાંકના સૌથી મોટા દેશ અને ભાષાઓની દૃષ્ટિએ દુનિયા ત્રીજા ક્રમાંકની ભાષા હિન્દીમાં પણ જાણકારી ઉપલબ્ધ કરાવવાનો કોઈ માર્ગ સંઘ પાસે ન હતો. હા એક ન્યૂઝ બુલેટિન હતું, પરંત તે પણ બહુ ઓછી જાણકારી આપતું હતું.
આ વ્યવસ્થાને બદલવા માટે ભારત છેલ્લા એક દસકાથી લગાતાર સંયુક્ત રાષ્ટ્ર સંઘને આગ્રહ કરી રહ્યું હતું. ભારતની સતત કોશિશ અને દબાણ તેમ જ વૈશ્ર્વિક રીતે ભારતની વધતી રાજનૈતિક અને આર્થિક તાકાતને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૧૮માં સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી પરિયોજનાની અડધી શરૂઆત થઈ. જેનો ઉદ્દેશ દુનિયાના લગભગ ૪૫ દેશમાં હિન્દી ભાષીઓને સંયુક્ત રાષ્ટ્ર વિશે સૂચના પહોંચાડવાનો હતો અને જાગૃતિ ફેલાવવાનો હતો. ભારતે આ માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ પરત્વે આભાર પ્રગટ કર્યો, પરંતુ આ શરૂઆતની ઘોષણા પણ એક ઘોષણા જ હતી. કોઈ વ્યવહારિક કામ થઈ રહ્યું ન હતું. ત્યારે ભારતે ફરી દબાણ ઊભું કર્યું. તે બાદ વર્ષ ૨૦૨૨ના જૂન મહિનાના બીજા અઠવાડિયામાં સંયુક્ત રાષ્ટ્રએ એવી ઘોષણા કરી કે હવે યુએનની વેબસાઈટમાં હિન્દી, ઉર્દૂ અને બંગાળી ભાષામાં પણ જાણકારી ઉપલબ્ધ કરવામાં આવે.
સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી.એસ. ત્રિમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રનું આ પરિવર્તન માટે સ્વાગત કર્યું અને દુનિયાને જાણકારી આપી કે ભારત વર્ષ ૨૦૧૮થી ભારત માત્ર હિન્દી માટે મલ્ટિમીડિયા ક્ધટેન્ટ ઊભું નથી કરતું, પરંતુ આ માટેનો આઠ લાખ અમેરિકી ડોલરનો ખર્ચ પણ આપે છે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની છ સત્તાવાર ભાષા છે, જેમાં ચીનની એટલે કે મંડારીન, અંગ્રેજી, ફ્રેંચ, રુસી, સ્પેનિશ અને અરબી સામેલ છે. મુખ્યત્વે ફે્રંચ અને અંગ્રેજીમાં જ સંયુકત રાષ્ટ્રનું કામ થાય છે. ભારત ૫૦ના દસકાથી લગાતાર કહી રહ્યું છે કે હિન્દી દુનિયાની ત્રીજા ક્રમાંકની ભાષા છે. તેમ છતાં સંયુક્ત રાષ્ટ્ર હિન્દીને તેની સત્તાવાર ભાષામાં સામેલ કરવા ઈચ્છતું નથી. જ્યારે ખૂબ જ ઓછી બોલાતી અરબી ’૮૦ના દસકાથી તેમની સત્તાવાર ભાષાની યાદીમા સામેલ છે. એનો અર્થ થાય છે કે સૈદ્ધાંતિક રીતે જે વાત આ મંચ પરથી કરવામાં આવે છે, તે વ્યવહારમાં મૂકવામાં આવતી નથી.
ફ્રાન્સ, બ્રિટન શરૂઆતથી જ અમેરિકાના નજીકના દેશ રહ્યા છે અને અંગ્રેજી અમેરિકા અને ઈંગ્લેન્ડની ભાષા છે. એટલે શરૂઆતથી જ સંયુક્ત રાષ્ટ્રના કામકાજી ભાષાની રૂપમાં અંગ્રેજીનું જ વર્ચસ્વ છે. એટલે એમ કહેવું યોગ્ય નહીં કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી હવે હસ્તક દઈ રહી છે, તે પહેલા આને લાયક ન હતી. હિન્દી બીજા વિશ્ર્વયુદ્ધ પછીથી દુનિયાની ત્રીજી સૌથી વધારે બોલાતી ભાષા છે. સાચી વાત તો એ છે કે અમુક તથ્યો અનુસાર હિન્દી બીજા નંબરની ભાષા છે, પરંતુ ભારતની આર્થિક અને રાજનૈતિક તાકાત બહુ મજબૂત ન હોવાને કારણે આપણને ક્યારેય તે મહત્ત્વ મળ્યું ન હતું, જે મળવી જોઈએ.
આમાં આપણા રાજનેતાઓની પણ ઉદાસીનતા હતી તેમ કહેવાનું અતિશયોક્તિ નહીં કહેવાય. કારણ કે ભારતના સત્તાધીશો માટે હિન્દી ક્યારેય આન,બાન અને શાનની ભાષા નથી રહી. હાલના સમયમાં પહેલીવાર એવું થયું છે કે કેન્દ્રમાં હિન્દી બોલનારાઓનો દબદબો છે અને તેઓ હિન્દીના પક્ષમાં પણ છે. તેથી થોડા પ્રયાસો થઈ રહ્યા છે અને હનવે સંયુક્ત રાષ્ટ્રોના દરવાજે હિન્દીએ દસ્તક આપી છે. જોકે આ સરકારના પ્રયાસો પણ બહુ ભાવનાત્મક નથી, બાકી હિન્દીને કામકાજી ભાષામાં સામેલ કરવી કંઈ બહુ મુશ્કેલ કામ નથી. આનું સીધું સાદું ગણિત એ છે કે ભારતે કૂટનૈતિક અને કૂટનૈતિક રૂપથી સક્રિય થવું પડે છે. આ સાથે તેમની માટે એક સારું બજેટ ખર્ચવું પડે છે. જે બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની કાર્યવિધિ નિયમાવલી ૫૧મા સંશોધન કરવું પડશે.
તે માટે સંયુક્ત રાષ્ટ્રની બે-તૃતિયાંશ દેશોની સહમતિની જરૂર પડશે અને દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયમાં હિન્દીના કામકાજ માટે બનાવવામાં આવતી વ્યવસ્થા માટે રૂ. ૬૬ કરોડ અનુદાન આપવામાં આવે છે.
આ મુશ્કેલ નથી. આખરે ભારતમાં યોગ દિવસને આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવા માટે આનન-ફાનનમાં બહુમત મેળવી લીધો હતો. હિન્દી દુનિયાના ૫૫ દેશમાં બોલવામાં આવે છે અથવા તો તેનો ઓછો-વધું ઉપયોગ થાય છે. લગભગ ૧૨ દેશ એવા છે જ્યાં હિન્દીને પહેલી, બીજી કે ત્રીજી ભાષાના રૂપમાં જવામાં આવે છે. દુનિયાના ૧૫૦ જેટલી યુનિવર્સિટીમાં હિન્દી ભણાવવામાં આવે છે અને ૮૦ જેટલી યુનિવર્સિટીમાં અલાયદો હિન્દી વિભાગ છે.
સૂરીનામ, ત્રિનિદાદ, ટોબાગો, નેપાળ, મોરિશિયસ, ફિઝી જેવા દેશોમાં હિન્દી મુખ્ય ભાષામાં સામેલ છે. આથી ભારત સરકાર પોતાના રાજનૈતિક પ્રયત્નોને થોડા વધારે તો દરેક વર્ષે હજારો કરોડો રૂપિયા જે સરકારી ખોટા ખર્ચામાં વેડફાય છે, જો તેમાંથી માત્ર ૭૦ કરોડ રૂપિયા હિન્દી માટે કાઢી લે તો આપણને જલદી જ આ ગૌરવ મળી જાય. જોકે સોફ્ટ કલ્ચરના રૂપમાં હિન્દી આફ્રિકા, મધ્યપૂર્વ કેનાડા, લેટિન અમેરિકા વગેરે દેશમાં જલદીથી લોકપ્રિયતા મેળવી રહી છે. તેમને લાગે છે કે એ દિવસો દૂર નથી જ્યારે હિન્દીને અધિકારિક રૂપે યુએનની ભાષાનો સન્માનપૂર્વકનો દરજ્જો મળી જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.