આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડોક્ટર જી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ડોક્ટર જીનું એક અલગ જ પાત્ર ભજવે છે. તે આ ફિલ્મમાં મહિલાઓની ડિલીવરી કરતો જોવા મળશે.
આયુષ્યમાન ખુરાના અને રકુલ પ્રિત સિંહ સ્ટારર ડોક્ટર જી એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં આયુષ્યમાન ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા નિભાવી રહ્યો છે. પુરુષ હોવા છતાં ગાયનેકોલોજિસ્ટ બન્યા બાદ આયુષ્યમાનને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. તેને ક્યારેક દર્દીની તો ક્યારેક દર્દીની માતાની વાતો સાંભળવી પડે છે. આયુષ્યમાન પોતાના કામથી ખુશ ના હોવા છતાં પણ ઇમાનદારીથઈ કામ કરવાનો પ્રયાસ કરે છે.

આયુષ્યમાનને મેડિસિનનો અભ્યાસ કરી ઓર્થોપેડિક્સની ડિગ્રી (હાડકાનો ડૉક્ટર) મેળવવી હતી, પરંતુ તેની ઇચ્છા વિરુદ્ધ સંજોગવશાત તેને ગાયનેકોલોજિસ્ટનું કામ કરવું પડે છે અને અહીંથી તેના સંઘર્ષની કથા શરૂ થાય છે.
ગાયનેકોલોજિસ્ટ તરીકે એ મહિલાઓને કેવી રીતે ડિલીવરી કરાવશે એ ટ્રેલરમાં જોવા મળે છે. ડૉક્ટરજીનું ટ્રેલર ઘણું જ મનોરંજક અને જબરદસ્ત છે. રકુલ પ્રિત સિંહ ફિલ્મમાં આયુષ્યમાનની પ્રેમિકાનો રોલ નિભાવે છે. ઉદય ગુપ્તાના રોલમાં આયુષ્યમાન ખુરાનાએ જોરદાર કામ કર્યું છે. ફિલ્મમાં શેફાલી શાહ પણ સિનિયર ડૉક્ટરનો રોલ નિભાવી રહી છે.
ફિલ્મનું નિર્દેશન અનુભૂતિ કશ્યપનું છે. આ ફિલ્મ 14 ઑક્ટોબરે રિલીઝ થશે. એક અલગ જ વિચારસરણી અને સામાજિક સંદેશ ધરાવતી આ ફિલ્મ જોવા જરૂરથી જજો.

Google search engine