Homeટોપ ન્યૂઝહવે ઈડરમાં હડકાયા શ્વાને એક બાળકને કરડી ખાધુંઃ 85 ટાકા આવ્યા

હવે ઈડરમાં હડકાયા શ્વાને એક બાળકને કરડી ખાધુંઃ 85 ટાકા આવ્યા

રખડતા ઢોરથી ત્રસ્ત ગુજરાતમાં શ્વાન દ્વારા કરડી ખાવા કેસમાં પણ વધારો નોંધાતો જાય છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોરલમાં છેલ્લા ચાર દિવસમાં બે હડકાયા શ્વાન પૈકી એક શ્વાને બે બાળકો સહીત ત્રણ ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં તેને 85 ટાકા આવ્યા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા એક હડકાયા શ્વાનનો નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે અન્ય પણ એક તેવું જ શ્વાન ગામમાં ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગોરલમાં બે શ્વાન હડકાયા થયા પછી તેમનો આંતક વધી ગયો હતો. તે હડકાયા શ્વાને બે બાળકો સહિત ત્રણ પર હુમલો કરી ઈજાઓ કરી હતી. ગત ગુરુવારે સાંજે ઘરે આવતા સમયે માતા નસરીન મનસુરી સાથે બે વર્ષીય દીકરો ઈજ્હાન જતો હતો. આ દરમિયાન બે હડકાયા શ્વાને બાળક ઉપર હુમલો કરી મોઢાનો ભાગ પકડી લીધો હતો. તો માતાએ હિંમત રાખીને હડકાયા શ્વાનના મોઢામાંથી પોતાના દીકરાના બે પગ ખેંચી તેને બચાવી લીધો હતો. ત્યારે બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તે બાદ ગંભીર ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક વાહનમાં ભિલોડા ત્રણ રસ્તે કે.એચ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બાળકના મોઢા ઉપર એક તરફ આંખ, કાન અને નાક નજીક, ગાલ ઉપર ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેની સારવાર કરી 80 થી 85 ટાંકા લેવા પડ્યા હતા. જોકે હાલમાં બાળકની સ્થિતિ સારી છે. ગામમાં હડકાયું શ્વાને ત્રણ જણા ઉપર હુમલો કર્યો છે. જેથી ગ્રામજનોએ હડકાયા શ્વાનનો નિકાલ કરી દીધો છે. તો બે પૈકી એક શ્વાનને ગ્રામજનો દ્વારા નિકાલ કરી દીધો છે. તો હડકાયા બીજા શ્વાનની શોધખોળ ચાલી રહી છે તે પણ ફરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular