મેલબોર્ન પાર્કમાં તેનો પ્રથમ તાજ જીત્યાના 15 વર્ષ પછી નોવાક જોકોવિચે 29 જાન્યુઆરી, રવિવારે રોજ રોડ લેવર એરેના ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં સીધા સેટમાં ઉચ્ચ ક્રમાંકિત સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવી 10મો ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતી લીધો હતો. આ સાથે નોવાક જોકોવિચ તેની કારકિર્દીમાં 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ચોથા ક્રમાંકિત નોવાક જોકોવિચે મેલબોર્નમાં ટેનિસનો અદભૂત કર્યો હતો અને તેની ગ્રાન્ડ સ્લેમની સંખ્યા 22 સુધી પહોંચાડી હતી અને મેન્સ સિંગલ્સ ટેનિસમાં જીતેલા સૌથી મોટા ખિતાબના રાફેલ નડાલના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે તેના તેની ગ્રાન્ડ સ્લેમની સંખ્યા 22 થઇ છે.
રોજર ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હાંસલ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. ગયા વર્ષે તેઓ નિવૃત્ત થયા હતા. નડાલને ઇજાની સમસ્યા છે, જેને કારણે તેઓ મેલબોર્નમાં બીજા રાઉન્ડમાં બહાર નીકળી ગયા હતા. જોકે, જોકોવિચ સુપર ફોર્મ દાખવી રહ્યો છે.
#AusOpen: 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
Roland-Garros: 🏆🏆
Wimbledon: 🏆🏆🏆🏆🏆🏆🏆
US Open: 🏆🏆🏆The moment @DjokerNole tied Nadal on 22 GRAND SLAMS!pic.twitter.com/CY95d1OuP1
— Tennis TV (@TennisTV) January 29, 2023
જોકોવિચ એક જ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછા 10 ટાઈટલ જીતનાર રાફેલ નડાલ (ફ્રેન્ચ ઓપનમાં 14) બાદ માત્ર બીજો વ્યક્તિ બન્યો છે.