નુપુર શર્મા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે એવી માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે બુધવારે સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં આંદોલન થયા હતાં અને વિવિધ રાજ્યોમાં આ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

જોકે, સુપ્રીમ કોર્ટે આ બધી જ અરજીને ક્લબ કરીને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. ધરપકડ પર રોક લગાવવાનો આદેશ પણ હજુ કાયમ રાખવામાં આવ્યો છે. કોર્ટે નુપુર શર્માના જીવનની સુરક્ષા અને જાન-માલના ખતરાને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે.

Google search engine