ગરવા ગિરનાર પર આવેલા મંદિરો અને પવિત્ર સ્થાનો પર સ્વચ્છતા ન જળવાતી હોવાની જનહીતની અરજીની સુનાવણી કરતી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, જૂનાગઢ જિલ્લા કચેરી અને વન ખાતાને નોટિસ મોકલી હતી. સરકાર પાસેથી જવાબ માગતી વેળા કોર્ટે સબરીમાલા અને વૈષ્ણોદેવી ખાતે જળવાતી સ્વચ્છતા અંગે ચર્ચા કરી હતી અને તેમનું અનુકરણ કરવા જણાવ્યું હતું. જનહીતની અરજીમાં ગીરનાર ખાતે અંબિકા અને દત્તાત્રય આસપાસ થયેલા ગંદકીના ઢગલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં પ્લાસ્ટિકનો કચરો પર્યાવરણને નુકસાન કરે છે અને ગંદકીને લીધે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે છે. અરજીમાં હાઈકોર્ટને અપીલ કરવામાં આવી હતી કે કોર્ટ સંબંધિત સરકારી એજન્સીઓને આદેશ આપે કે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે અને કચરાપેટીઓ મૂકવામાં આવે, જેથી કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય.
ગીરનાર પર ગંદકીઃ હાઈકોર્ટે સરકારને મોકલી નોટિસ
RELATED ARTICLES