Homeઆપણું ગુજરાતજાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજે ચૂંટણીમાં જંપલાવ્યું, ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડશે

જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજે ચૂંટણીમાં જંપલાવ્યું, ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ-કોંગ્રેસ અને AAP ઉમેદવારોના લીસ્ટ જાહેર કરી રહી છે ત્યારે. AAPની એન્ટ્રીને કારણે આવખતે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ જામશે એવું લાગી રહ્યું છે. ત્યારે જાણીતા ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે ચૂંટણીમાં જંપલાવ્યું છે. તેમણે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુથી વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
લોક ગાયક જિગ્નેશ કવિરાજે મીડિયાને જણાવ્યું હતું કે, ચૂંટણી લડવા મેં કોઈનો સંપર્ક કર્યો નથી. મારા ગામનું સારૂ થાય એ માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું ભાજપ કે કોંગ્રેસ નહીં પણ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ. હું દરેક સમાજને સાથે લઈને ચાલનારો માણસ છું.પાણી, રસ્તા સહિતના મુદ્દાઓને લઈને આગળ વધીશ.
જિગ્નેશ કવિરાજે જણાવ્યું કે રાજકારણમાં જોડાવાનો વિચાર મને અચાનક નથી આવ્યો. જ્યારે પણ હું મારા વતન ખેરાલુમાં જતો ત્યારે મને ત્યાંના લોકો ત્યાંના વિસ્તાર માટે કંઈક કરવાની ઈચ્છા થતી હતી. નાનપણથી જ મને મારા ગામ પ્રત્યે કંઈક કરવાની ઈચ્છા છે. મને મારા વતને મારા ગામના લોકોએ ગાયક કલાકાર તરીકે સ્વીકાર્યો છે. મને આ ગામના લોકોએ મોટો બનાવ્યો. ત્યાંના લોકોની ઈચ્છા છેકે, હું ચૂંટણી લડું.
તેમણે વધુમાં ઉમેર્યું કે અજમલજી ઠાકોર ત્યાંના ધારાસભ્ય છે. પણ એમણે કામ કર્યા નથી. મને મારા ચાહકોએ કહ્યું એટલે હું ત્યાં ચૂંટણી લડીશ. આગામી સમયમાં મારા વિસ્તારમાં હું કહીશ એ કામ કરી શકે તે પાર્ટીમાં હું જોડાઈ.

RELATED ARTICLES

Most Popular