આપણે ત્યાં તો પેટ્રોલના ભાવ હંમેશા જ ચર્ચાનો વિષય રહે છે અને એનું કારણ છે સતત વધતી જતી તેની કિંમતો. હાલની વાત કરીએ તો હાલમાં દેશમાં પેટ્રોલની કિંમત લગભગ રૂ.100ની આસપાસ સ્થિર થઈ છે. પણ જ્યારે કોઈ તમને પૂછે છે શું તમને ખબર છે કે સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે તો? કદાચ કહેશો કે સાઉદી અરેબિયામાં સસ્તુ પેટ્રોલ મળે છે તો તમારા આ જવાબ સદંતર ખોટો છે.
સાઉદી અરેબિયા નહીં પણ દુનિયાના બીજા જ દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે. અહીં બિસ્કિટના એક પેકેટની કિંમતમાં તે બાઈકની ટાંફી ફૂલ થઈ જાય છે. ચાલ, સમય વેડફ્યા વિના જાણીએ કે દુનિયાનો કયો એવો દેશ છે કે જ્યાં પેટ્રોલ એટલું સસ્તું છે અને આ સિવાય એ પણ જાણીશું દુનિયાના એવા ટોપ 10 કન્ટ્રી વિશે કે જ્યાં પેટ્રોલની કિંમત સસ્તી છે.
આ દેશ છે વેનેઝ્યુએલા. વેનેઝ્યુએલા સસ્તું પેટ્રોલ વેચતા દેશોની આ યાદીમાં પહેલાં નંબરે આવે છે. અહીંના લોકો 1.48 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ ખરીદે છે. એટલે યુએઈ કે સાઉદી અરેબિયાને પાછળ મૂકીને વેનેઝ્યુએલા પહેલો એવો દેશ બની ગયો છે કે જ્યાં આટલું સસ્તું પેટ્રોલ મળી રહ્યું છે. વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા દેશોની યાદીમાં બીજા સ્થાને આવે ઈરાન કે જ્યાં પેટ્રોલ 4.45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. યાદીમાં આવતાં ત્રીજા દેશની વાત કરીએ તો તે છે અંગોલા. અંગોલા એ એક આફ્રિકન દેશે અને અહીં પેટ્રોલ 18.56 રૂપિયા લિટરના ભાવે વેચવામાં આવે છે.
દુનિયાના ટોપ ટેન સૌથી ઓછા ભાવે પેટ્રોલ વેચતા દેશમાં ચોથા નંબરે આવે અલ્જિરિયા. અહીં 25.24 રૂપિયા લિટર, પાંચમા નંબરે આવે છે કુવૈત (25.91 રૂપિયા લિટર), નાઈજિરિયા 29.85 રૂપિયા લિટરના ભાવ સાથે છઠ્ઠા નંબરે, તુર્કમેનિસ્તાન 31.85 રૂપિયા લિટર સાથે સાતના નંબરે આવે છે. 33.11 રૂપિયા લિટરના ભાવ સાથે કઝાખિસ્તાન આઠમા નંબરે અને 42.84 લિટરના ભાવ સાથે કતાર નવમા સ્થાને આવે છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અને સુદાન એ યાદીમાં આવતું દસમા નંબરનો દેશ છે જ્યાં 51.08 લિટરના ભાવે વેચાય છે.