Homeલાડકીએ ગાળ માધુરી દીક્ષિતને નહીં, આખા ભારતીય સમાજને અપાઈ છે!

એ ગાળ માધુરી દીક્ષિતને નહીં, આખા ભારતીય સમાજને અપાઈ છે!

નેટફલિકસની ‘ધ બિગ બેંગ થીયરી’ વેબ સિરીઝમાં માધુરી દીક્ષિત માટે જે શબ્દો વપરાયા છે એ માટે આપણા દેશના ગ્લેમર વર્લ્ડના બોલકા નમૂનાઓથી માંડીને બૌદ્ધિક ગઠિયાઓ મૂંગા મરી રહ્યા છે એ માટે તેમને શરમ આવવી જોઈએ!

કવર સ્ટોરી -આશુ પટેલ

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીકસ પર ‘ધ બિગ બેંગ થીયરી’ની બીજી સિઝનના પહેલાં એપિસોડમાં એક સિન છે જેમાં બે કલાકારો ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ જોઈ રહ્યા છે. એ વખતે શેલ્ડન કુપરનું પાત્ર ભજવતો અભિનેતા જિમ પાર્સન્સ અમીષા પટેલના પાત્રને જોઈને સહકલાકાર કુણાલ નાયર (જે રાજ કુથરપ્પલીનું પાત્ર ભજવી રહ્યો છે)ને કહે છે કે “શું આ એશ્વર્યા રાય છે?
રાજ કહે છે: “હા, કેટલી કમાલની એક્ટ્રેસ છેને?
એટલે શેલ્ડનનું પાત્ર ભજવતો અભિનેતા જિમ પાર્સન્સ તેની સાથે અસંમતિ દર્શાવતા કહે છે કે મને લાગે છે કે આ ગરીબોની માધુરી દિક્ષિત છે.
રાજ અકળાઈ જાય છે અને કહે છે કે “તારી હિંમત કેવી રીતે થઈ આવું કહેવાની? ઐશ્વર્યા રાય તો દેવી છે. તેની સરખામણીએ માધુરી દીક્ષિત તો કોઢ થયો હોય એવી વેશ્યા છે.
નેટફ્લીક્સ અને એમેઝોન સહિતનાં ઓટીટી પ્લેટફોર્મ્સ સ્ત્રીઓનું અપમાન કરવા માટે, જરૂરી ન હોવા છતાં બેફામ સેક્સ અને હિંસા દર્શાવવા માટે જાણીતા છે (આમ તો કુખ્યાત’ શબ્દ વાપરવો જોઈએ, પરંતુ સંખ્યાબંધ ભારતીયો નફ્ફટની જેમ આવા ક્ધટેન્ટ વધાવી લે છે. આવા વિકૃત ક્ધટેન્ટનો વિરોધ કરતા નથી (ઘણા બૌદ્ધિકો દેશવિરોધી ક્ધટેન્ટને પણ ઉમળકાભેર વધાવી લે છે અને એમના બચાવમાં વિકૃતિની હદ સુધી પહોંચી જાય છે), પરંતુ આ વખતે લાગે છે કે નેટફ્લીક્સનો પગ કાનૂની કુંડાળામાં પડી ગયો છે. લેખક અને રાજકીય વિશ્ર્લેષક મિથુન વિજય કુમારે આ મુદ્દે નેટ ફ્લીક્સને લિગલ નોટિસ મોકલી છે. એમાં તેમણે ‘ધ બિગ બેંગ થીયરી’ના આ એપિસોડ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવતાં કહ્યું છે કે “આ એપિસોડ હટાવી દો અને ક્યાં તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.
મિથુન વિજયે નેટફ્લીક્સને આપેલી નોટિસમાં કહ્યું છે કે “આ પ્રકારની ભાષા વિકૃત તો છે જ પરંતુ ખૂબ અપમાનજનક પણ છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ક્ધટેન્ટને કારણે સમાજ પર નકારાત્મક પ્રભાવ પડશે. ખાસ કરીને મહિલાઓની વિરુદ્ધ હાનિકારક સ્ટીરીઓ ટાઈપ ક્ધટેન્ટ બનાવવાનુ ચાલુ રાખવાને મુદ્દે. એટલે આ પ્રકારના ક્ધટેન્ટનો કોઈ કાળે સ્વીકાર ન કરી શકાય.
“તેમણે નોટિસમાં એવું પણ કહ્યું છે કે “જો આ એપિસોડ નહીં હટાવાય તો મહિલાઓની વિરુદ્ધ ભેદભાવ કરવાને મુદ્દે તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમણે આ નોટિસ નેટફ્લીક્સની મુંબઈ ઓફિસને મોકલી છે અને નેટફ્લીક્સની પાસેથી તાત્કાલિક આ નોટિસનો જવાબ માગ્યો છે. તેમણે કહ્યું છે કે નેટફ્લીક્સ આ લીગલ નોટિસમાં કરવામાં આવેલી માગણીઓ પૂરી નહીં કરે તો હું તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ.
જો કે આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં નેટફ્લીક્સે એ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.
આ મુદ્દે અભિનેત્રી અને સંસદસભ્ય જયા બચ્ચને પણ આક્રોશ ઠાલવ્યો છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે “રાજ કુથરપલ્લીનું પાત્ર ભજવતો કુણાલ નાયર પાગલ માણસ છે. બડી ગંદી જુબાન હૈ (નાયરની) આ માણસને પાગલખાનામાં મોકલી દેવો જોઈએ અને તેના કુટુંબને પૂછવું જોઈએ કે તેઓ કૃણાલ નાયરે કરેલી કમેન્ટ વિશે શું માને છે?
વાતેવાતે ઉછળી પડતા મોટા ભાગના નફ્ફટ અભિનેતા-અભિનેત્રીઓ અને બૌદ્ધિકો આ મુદ્દે મૂંગા મરી રહ્યા છે. જો કે દિયા મિર્ઝા અને ઉર્મિલા માતોંડકર જેવી અભિનેત્રીઓએ જયા બચ્ચને કરેલા વિરોધમાં સૂર પુરાવ્યો છે. દિયા મિર્ઝાએ કહ્યું છે કે “આ અપમાનજનક અને હીન કક્ષાનું ક્ધટેન્ટ છે. ઉર્મિલા માતોંડકરને જયારે આ એપિસોડ વિશે એક અંગ્રેજી અખબારે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે “મને આ એપિસોડ વિશે ખબર નથી પરંતુ જો એ સાચું હોય તો એ તેમની એટલે કે ઓટીટી પ્લેટફોર્મની અને આવું ક્ધટેન્ટ બનાવનારા મેકર્સની ચીપ મેન્ટાલિટી દર્શાવે છે.
ઓટીટી પ્લેટફોર્મ્સ અસ્તિત્વમાં આવ્યા અને વેબસિરીઝની શરૂઆત થઈ એને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચ્યું છે એવી વાતો અવારનવાર થતી રહે છે, પણ હકીકત એ છે કે સૌથી વધુ નુકસાન આપણા દેશને અને સમાજને થયું છે. લગભગ મોટાભાગની વેબસિરીઝમાં ગાળોનો બેફામ ઉપયોગ થતો હોય છે. અંડરવર્લ્ડ આધારિત વેબસિરીઝ હોય કે અન્ય ડાર્ક સબ્જેક્ટ પર વેબસિરીઝ હોય ત્યારે હિંસા કે ગાળોનો ઉપયોગ થાય એ વાતને વેબસિરીઝ મેકર્સ વાજબી ઠરાવવાની કોશિશ કરે, પણ ‘બંદિશ બેન્ડિટ’ જેવી સંગીતમય વેબસિરીઝમાં શા માટે ગાળો હોવી જોઈએ? એ જ રીતે બોલ્ડનેસના ઓઠા હેઠળ પોર્ન ફિલ્મ્સની હરીફાઈમાં ઊતરે એવું ક્ધટેન્ટ બનતું રહે છે અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર
આવતું રહે છે. વલ્ગર હદ સુધી સ્ત્રીઓના શરીરનો ઉપયોગ થાય છે. ચીતરી ચડે એ હદ સુધીની વિકૃતિ દર્શાવાય છે. અને પાછી ઘણી મંદબુદ્ધિની સ્ત્રીઓ એવા ક્ધટેન્ટને ગ્રેટ કહે છે!
કોઈ વિકૃત માણસ જુએ તો પણ છળી ઊઠે એટલી ગંદી એવી એક ફિલ્મ એક ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી અને ક્રિટિક્સ (વિવેચકો) વાહવાહ પોકારી ગયા હતા. એ પછી એ જ રાતે યોજાયેલી એક પાર્ટીમાં એક ક્રિટિક યુવતીએ એ ફિલ્મના હીરોના ચરણસ્પર્શ કરીને કહ્યું હતું કે તમે મહાન અભિનેતા છો! હું તમને મળીને ધન્યતા અનુભવું છું. એ ફિલ્મમાં તે હીરોનું પાત્ર કોઈ સ્ત્રીના શરીર પર જેટલી રીતે શક્ય હોય એટલા પ્રકારે અને કૂરતાપૂર્વક રેપ કરે છે! તેને મળીને ક્રિટિક યુવતી ગદગદ થઈ ગઈ હતી! અને તે યુવતી જ નહીં, આપણા દેશના ઘણા બૌદ્ધિકોએ તે ફિલ્મને વખાણી હતી! કેટલાક લેખકો તો એ ફિલ્મ પર સમરકંદ-બુખારા ઓવારી ગયા હતા!
ઘણી મહિલા કલાકારો પણ આવાં પાત્રો ભજવવામાં કે ગાળો બોલવામાં ગૌરવ અનુભવે છે!
વેબસિરીઝમાં બેફામ ગાળોને મુદ્દે એક પત્રકારે ‘મિર્ઝાપુર’ની અભિનેત્રી શ્ર્વેતા ત્રિપાઠીને સવાલ કર્યો હતો કે “મિર્ઝાપુરમાં ગાળો હતી તો તમે એ બોલવા માટે કઈ રીતે તૈયારી કરી હતી? ત્યારે શ્ર્વેતા અકળાઈ ઊઠી હતી અને તેણે આક્રોશ ઠાલવ્યો હતો કે “તમે લોકો આટલી ક્ષુલ્લક વાતને પકડીને કેમ બેસી જાઓ છો! ગાળો તો બહુ જ મામૂલી ચીજ છે. તમે ઈમોશન્સ જુઓ, તમે જે ગાળો બોલાય છે એનો મિનિંગ જુઓ. તમે કહી દો કે ફલાણી વેબસિરીઝમાં ગાળો છે એટલે એ ખરાબ છે, પણ સોસાયટી સમજદાર છે. ઓડિયન્સ બુદ્ધિશાળી છે. એ બધું જ સમજે છે. તમને બબલુ અને સ્વીટીનાં પાત્રોનું દુ:ખ ન દેખાય અને તમે ગાળો પર ધ્યાન રાખો તો એ અમારી મહેનત પર પાણી ફેરવવા સમાન છે. અમે કરેલી મહેનતનું તમે અપમાન કરો છો! મને તો બહુ જ ખરાબ લાગે છે જ્યારે કોઈ એમ કહે કે આ વેબસિરીઝમાં આટલી ગાળોનો કેમ ઉપયોગ થયો છે? ગાળો તો આપણે બધા બોલતા જ હોઈએ છીએ ને! આપણે ગાળો બોલીએ તો શું લોકોની ઊંઘ ઊડી જાય છે! તમે વેબસિરીઝમાં ગાળો ને બદલે એમાં પાત્રોના ઈમોશન્સ જુઓ. એ પાત્રો જે તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે એ જુઓ! ગાળોને જ શું કામ જુઓ છો તમે? આટલી મામૂલી વસ્તુનો તમે શું કામ મોટો ઇશ્યુ બનાવો છો! તમે ખોટી વાત પકડીને કેમ બેસી જાઓ છો?
‘બોલ્ડ’ પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સ તો ઠીક છે, લેખકો પણ ઉછળીઉછળીને ગાળો લખવા માટે તૈયાર બેઠા છે. મહિલા રાઇટર્સ પણ વેબસિરીઝમાં બેફામ ગાળોનો, સેક્સી સંવાદોનો, મહિલાઓને ઉતારી પાડતા શબ્દોનો અને દ્રશ્યોનો ઉપયોગ સહજ રીતે કરતી થઈ ગઈ છે!

1 COMMENT

  1. દરેક વેબ series માં ગાળો બેફામ બોલાઈ રહી છે…
    હવે તો કોઈ પણ series જોવાની બીક લાગે છે….
    શુ ગાળ બોલ્યા વગર કોઈ series સફળ ન થઈ શકે ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -