‘બિગ બોસ 13’ ફેમ શહેનાઝ ગિલ કે જેને લોકો પંજાબની કેટરિના કૈફ હાલમાં તો તેની આગામી ફિલ્મને કારણે ચર્ચામાં છે. જોકે, એ પહેલાં શહેનાઝ ગિલે હાલમાં સોશિયલ મીડિયા પર પિંક સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેરીને નેટિઝન્સને ઘાયલ કર્યા હતા. શહેનાઝ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’માં અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મ રીલિઝ થાય એ પહેલાં જ શહેનાઝ ગિલનો ખૂબ જ બ્યુટિફૂલ લૂક સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. શહનાઝ ગિલની આ તસવીરો પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે હંમેશાની જેમ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સોશિલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં શહેનાઝ ટ્રેડિશનલ લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે. આ લુકમાં તે કોઈ અપ્સરા જેવી દેખાઈ રહી છે. લેટેસ્ટ તસવીરોમાં શહનાઝ ગીલે ગુલાબી સાડી પહેરી છે અને તેણે આ સાડી સાથે જે ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યું છે. તે એની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. દરેક તસવીરમાં શહનાઝ કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. ચાહકો તેના આ નવા લુકના દિવાના બની ગયા છે.
આ પહેલાં પણ શહનાઝે ફોટોશૂટનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોએ પણ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શહનાઝ ટૂંક સમયમાં ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સલમાન ખાનની આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. જેના માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
શહનાઝ એક ફેમસ મોડલ અને સિંગર છે. જેને ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 13’થી ખરી ખ્યાતિ મળી હતી અને આ શોમાં દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી. હવે અભિનેત્રી દેશના લાખો દિલોની ધડકન બની ગઈ છે. જોકે તે આ શો જીતી શકી નહોતી.